- મહારાષ્ટ્રની હૃતિકા શ્રીરામે મહિલા સ્પ્રિંગબોર્ડ ડાઇવિંગમાં ગોલ્ડ જીત્યો
- રાજકોટમાં હોકી અને સ્વિમિંગ સ્પર્ધામાં 26 રાજ્યો વચ્ચે ગોલ્ડ મેડલની હરીફાઈ
ગુજરાતભરમાં 36મી નેશનલ ગેમ્સનો દબદબાભેર પ્રારંભ બાદ ખેલાડીઓમાં અને ટીમો વચ્ચે મેડલ માટે કાટે કી ટક્કર જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં પણ નેશનલ ગેમ્સનો જંગ જામ્યો છે. રાજકોટમાં હોકી અને સ્વિમિંગ ફીવર જોવા મળી રહ્યો છે. 26 રાજ્યો વચ્ચે રાજકોટમાં હોકી અને સ્વિમિંગમાં મેડલની હરીફાઈ જોવા મળી રહી છે. તો બીજી તરફ મહારાષ્ટ્રની હૃતિકા શ્રીરામે મહિલા સ્પ્રિંગબોર્ડ ડાઇવિંગમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.
રાજ્યના 6 શહેરોમાં 36મી નેશનલ ગેમ્સનો રંગેચંગે પ્રારંભ થઈ ચુક્યો છે. આ દરમિયાન આજે એટલે કે, રાજકોટ શહેરમાં હોકી ફીવર જોવા મળશે. 36માં નેશનલ ગેમ્સ અંતર્ગત રાજકોટ ખાતે આજથી હોકીની રમત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે શરુ થઈ ગઈ છે. સ્વિમિંગની 7 અને હોકીની 6 મેચ રમાશે,મહિલા હોકી ટીમમાંથી ઓડીસા અને ઉત્તર પ્રદેશ, હરિયાણા અને ગુજરાત, કર્ણાટક અને પંજાબ, ઝારખંડ અને મધ્યપ્રદેશ તથા પુરુષ હોકી ટીમમાંથી તમિલનાડુ અને ઝારખંડ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશના ખેલાડીઓ વચ્ચે પ્રથમ દિવસે મુકાબલો થશે. 11મી ઓક્ટોબર સુધીમાં હોકીની 11 રાજ્યો વચ્ચે ફાઈનલ સહિત 40 મેચ રમાશે.
36મી નેશનલ ગેમ્સ નેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગરમાં 26મી સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ ગયો છે. આજે ભાવનગર શહેરમાં બાસ્કેટબોલની 4 મેચ રમાશે. રાજકોટ શહેરમાં હોકી તેમજ સ્વિમિંગમાં 200 મીટર ફ્રી સ્ટાઈલ તેમજ 100 મીટર બટરફલાઈની ફાઈનલમાં મેડલો દાવ પર લાગશે. સ્વિમિંગની ઈવેન્ટસમાં કુલ 26 રાજ્યોની ટીમોના કુલ મળીને 650 જેટલા ખેલાડીઓએ ભાગ લીધેલો છે. ગુજરાતમાંથી કુલ મળીને 18 જેટલા ખેલાડીઓએ સ્વિમિંગમાં તથા 13 ખેલાડીઓએ વોટરપોલોમાં ભાગ લીધો છે. વોટર પોલોની ઇવેન્ટસ સવારે 11 કલાકથી યોજાશે. રોજ સાંજે પાંચ વાગ્યે ફાઈનલ સ્પર્ધા થશે.
36મી નેશનલ ગેમ્સમાં રાજકોટ ખાતે યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી આજે લગભગ 112 જેટલા ખેલાડીઓએ પોતાનું તરણ કૌશલ્ય બતાવ્યું હતું. આજે યોજાયેલ 200 મીટર ફ્રી સ્ટાઈલ મેન્સ અને વિમેન્સ સ્પર્ધામાં 58 ખેલાડીઓ, 100 મીટર બટરફ્લાય મેન્સ અને વિમેન્સ સ્પર્ધામાં 54 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઉપરાંત અલગ અલગ રાજ્યોની 12 ટીમો વચ્ચે 4 બાય 100 મીટર ફ્રી સ્ટાઈલ મેન્સ અને વિમેન્સ સ્પર્ધામાં કુલ 112 ખેલાડીઓ સામેલ થયા હતા. આ સ્પર્ધાઓમાં ગુજરાતના આર્યન નેહરા, દેવાંશ પરમાર, મહેક ચોપરા, કલ્યાણી સક્સેના, આર્યન પંચાલ, અનિકેત પટેલ વગેરે ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમજ વોટર પોલો મેન્સ સ્પર્ધામાં અલગ અલગ આઠ રાજ્યોની ટીમો વચ્ચે ચાર મેચ યોજાઈ હતી તથા ડાઈવિંગ સ્પર્ધામાં 3 મીટર સ્પ્રિંગ બોર્ડ મેન્સ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં 14 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આગામી હોકી મેચ અને સ્વિમિંગ સ્પર્ધાની ઇવેન્ટ
રાજકોટમાં ચાલી રહેલા નેશનલ ગેમ્સમાં શહેરભરમાં સ્પોર્ટ્સ ફીવર છવાયો છે. ત્યારે આગામી 4થી ઓકટોબરના રોજ હોકીમા પુરુષ કેટેગરીમાં હરીયાણા અને મહારાષ્ટ્ર સામસામે ટકરાશે. બીજા મેચમાં પશ્ચિમ બંગાળ અને ગુજરાત વચ્ચે જંગ જામશે. ત્રીજો મેચ તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે રમાશે તો આખરી મેચ ઝારખંડ અને ઉત્તર પ્રદેશ યોજાશે.
જ્યારે બીજી તરફ સ્વિમિંગ સ્પર્ધામાં પણ અનેક ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. જેમાં સ્નાનાગાર ખાતે સવારે 10:30 વાગ્યે હાઈ બોર્ડ અને વોટરપોલો ઇવેન્ટનો જંગ જામશે.
વોટરપોલો મેચમાં મહિલા કેટેગરીમાં બંગાળ અને મણિપુર તો બીજી મેચમાં મહારાષ્ટ્ર અને કર્ણાટક ટકરાશે. જ્યારે પુરુષ કેટેગરીમાં કેરળ અને પંજાબ જ્યારે બીજી મેચમાં મહારાષ્ટ્ર અને મણિપુર વચ્ચે જંગ જામશે.
મહિલા હોકી: ગુજરાત સામે ઉત્તરપ્રદેશની જીત
36મી નેશનલ ગેમ્સ દરમિયાન, મહિલા હોકીમાં, હરિયાણાની કેપ્ટન રાની રામફલે આજે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે પૂલ એ મેચમાં ટુર્નામેન્ટમાં તેમની બીજી જીત માટે ઓડિશાને 4-0થી હાર આપીને હેટ્રિક ફટકારીને આગળની આગેવાની લીધી હતી. તેમને છેલ્લા ચારમાં સ્થાન નિશ્ચિત છે. સુનિલિતા ટોપોને બીજો ગોલ નોંધાવ્યો હતો. ઉત્તર પ્રદેશે પાછળથી યજમાન ગુજરાત સામે 6-0થી વિજય મેળવ્યો, જેણે પોતાની બીજી મેચ આદરણીય માર્જિનથી હારી હતી. વિજેતાઓએ યોગિતા બોરા દ્વારા પ્રથમ મિનિટમાં જ લીડ મેળવી હતી અને હિના બાનોએ પાછળથી એક બ્રેસ ઉમેર્યું હતું, જેમાં તમામ ગોલ ઓપન પ્લેથી આવ્યા હતા. પૂલ બીમાં અન્ય એક મેચમાં કર્ણાટક ઝારખંડ સાથે 3-3થી બરાબરી પર પાછળથી આવ્યું હતું.
200મીટર ફ્રી સ્ટાઈલ મેન્સ અને વિમેન્સ સ્પર્ધામાં કુલ 54 ખેલાડીઓ લીધો ભાગ
36મી નેશનલ ગેમ્સ-2022ની એક્વાટીક રમતોનો રાજકોટના સરદાર વલ્લભભાઈ પટેલ સ્નાનાગાર ખાતે આજથી શુભારંભ થયો છે. આ રમતોમાં સ્વીમીંગ, ડાઇવિંગ અને વોટર પોલોનો સમાવેશ થાય છે. “જુડેગા ઇન્ડિયા,જીતેગા ઇન્ડિયા” ના સુત્રને સાકાર કરતી આ સ્પર્ધાઓમાં સમગ્ર દેશમાંથી આજે લગભગ 112 જેટલા ખેલાડીઓએ પોતાનું તરણ કૌશલ્ય બતાવ્યું હતું. આજે યોજાયેલ 200 મીટર ફ્ર્રી સ્ટાઈલ મેન્સ અને વિમેન્સ સ્પર્ધામાં કુલ 58 ખેલાડીઓ, 100 મીટર બટરફ્લાય મેન્સ અને વિમેન્સ સ્પર્ધામાં કુલ 54 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ઉપરાંત અલગ અલગ રાજ્યોની 12 ટીમો વચ્ચે 4*100 મીટર ફ્ર્રી સ્ટાઈલ મેન્સ અને વિમેન્સ સ્પર્ધામાં કુલ 112 ખેલાડીઓ સામેલ થયા હતા. આ સ્પર્ધાઓમાં ગુજરાતના આર્યન નેહરા, દેવાંશ પરમાર, મહેક ચોપરા, કલ્યાણી સક્સેના, આર્યન પંચાલ, અનિકેત પટેલ વગેરે ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમજ વોટર પોલો મેન્સ સ્પર્ધામાં અલગ અલગ આઠ રાજ્યોની ટીમો વચ્ચે ચાર મેચ યોજાઈ હતી તથા ડાઈવીંગ સ્પર્ધામાં 3 મીટર સ્પ્રિંગબોર્ડ મેન્સ સ્પર્ધા યોજાઈ હતી જેમાં 14 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.આ તકે સાયન્સ અને ટેકનોલોજી વિભાગના સચિવશ્રી વિજય નેહરા, રાજકોટના મ્યુનિ. કમીશનર શ્રી અમિત અરોરા સહિતના મહાનુભાવો, વિવિધ રાજ્યોમાંથી પધારેલા જજ, કોચ, મેનેજરો, ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.