રાજ્યમાં કોરોનાની મહામારી સર્જાઈ રહી છે દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક વધતો જાય છે. જયારે કોરોના ડેથરેટમાં ધટાડો થયો છે. પરંતુ ગઈ કાલે વધુ ૩૬૨ પોઝિટિવ કેસ અને ૨૪ દર્દીઓનો મોત નિપજ્યા છે. જેની સાથે રાજ્યમાં કુલ ૮૯૦૪ પોઝિટિવ કેસ અને ૫૩૭ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ એપિસેન્ટર અમદાવાદમાં ૨૪ કલાકમાં વધુ ૨૬૭ પોઝિટિવ કેસ અને ૨૧ દર્દીઓના મોત નિપજતા કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૬૩૫૩ અને મૃત્યુઆંક ૪૨૧ પર પહોંચ્યો છે. જ્યારે કોરોનામાં ડિસ્ચાર્જ રેટ પણ વધી રહ્યો છે અને ડેથરેટ ઘટવા લાગ્યો છે. રાજ્યમાં અમદાવાદ સહિત સુરત અને વડોદરામાં પણ પોઝિટિવ કેસની સંખ્યા સદંતર વધી રહી છે. સુરતમાં પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૦૦ની પાસે પહોંચવા માંડી છે. જ્યારે વડોદરામાં પણ ૫૭૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. અને સુરતમાં અત્યાર સુધી ૪૦ અને વડોદરામાં ૩૨ દર્દીઓના કોરોનાએ ભોગ લીધા છે. જ્યારે સુરેન્દ્રનગરમાં પોઝિટિવ દર્દીનું ચાલુ સારવારમાં મોત નિપજ્યું છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વૃદ્ધને સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમનું ચાલુ સારવારમાં મોત નિપજતા જિલ્લામાં પ્રથમ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે વિરમગામમાં પણ પ્રથમ નોંધાયેલા બે પોઝિટિવ દર્દીઓના મોત નિપજ્યા છે. ૭૦ વર્ષીય વૃદ્ધ અને તેના સંબંધી ૬૫ વર્ષીય વૃદ્ધનું કોરોનાની ચાલુ સારવારમાં મોત નિપજ્યા છે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, મન નું ધાર્યું ના થાય, દિવસ દરમિયાન મૂડ બદલાય કરે, સાંજ ખુશનુમા વીતે.
- અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે એક લાખનું ડોનેશન અપાયું
- Honda અને Sony દ્વારા બનાવામાં આવેલી Afila 1 EV બજારમાં ધમાલ મચાવા માટે તૈયાર…
- અબડાસા: નલિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અપૂરતી સુવિધાઓને પૂરી કરવા એક મહિનાનું અલ્ટીમેટમ અપાયું
- અરવલ્લી: કલા મહાકુંભનું ભવ્ય આયોજન કરાયું
- અમદાવાદ : 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’ યોજાશે
- ધોરાજી: HMPV વાયરસને લઈ સરકારી હોસ્પિટલ તંત્ર સજ્જ
- મોરબી: મહાનગરપાલિકા દ્વારા નંદકુંવરબા ધર્મશાળા ખાતે સિટી સીવીલ સેન્ટર શરૂ કરાયું