નવા ભાવ અત્યાર સુધીની ટોચે

1500 ગુણી જીરૂની આવક, જીરૂના ઉંચા ભાવ મળતા ખેડુતો ખુશખુશાલ

સૌરાષ્ટ્ર નું  નંબર વન  ગણાતા  ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં આજે ખુલતી બજારે  માર્કેટ યાર્ડ ના ઇતિહાસ માં સૌથી ઉચા ભાવ ભાવ રૂપિયા 36001/-  બોલાયા છે.   માર્કેટીંગયાર્ડ માં આજે સવારે સૌ પ્રથમ નવા જીરૂ ની 3 ગુણીની આવક જોવા મળી હતી જેમાં હરરાજીમાં શ્રી ફળ વધેરી ને મુહુર્ત ના નવા જીરૂ ની હરરાજી કરવામાં આવી હતી મોટાદડવા અને સાણથલી ના ખેડૂત અને જીરૂ ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મીઠું મોઢું કરાવ્યું હતું.

નવા જીરૂના મુહુર્ત ના ભાવ 36001 /- રૂપિયા ખેડૂતો ને મળ્યા છે.  માર્કેટીંગયાર્ડ માં તમામ જણસી ની આવક સાથે  આજે 1500 ગુણી જીરૂ ની આવક જોવા મળી હતી.

હરરાજી માં 3 ગુણી નવું જીરૂ આવ્યું હતું એ નવા જીરૂ નો મુહુર્તનો 20 કિલો જીરૂ નો ભાવ 36001/-  મોટા દડવા ના ખેડૂત ધર્મેન્દ્રભાઈ વસાણી અને સાણથલી ના ખેડૂત રમેશભાઈ ઉકાભાઈ કચ્છી ને મળ્યા હતા. યાર્ડ માં પરબઘણી એન્ટરપ્રાઇઝ ના વેપારી મેહુલભાઈ ખાખરીયાએ આ નવા જીરૂ ની ખરીદી કરી હતી અને ખેડૂત અને વેપારી ને હાર તોરા કરી પેંડા ખવડાવી મીઠું મોઢું કરાવ્યું હતું.જીરુ ના ઉચા ભાવ  મળતા ખેડૂત ખુશખુશાલ થયા હતા.

મુહુર્ત ના નવા જીરૂ ની હરરાજી જોવા મોટી સંખ્યામાં વેપારી, દલાલો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો જણસી વેચવા માટે ગોંડલ માર્કેટયાર્ડજ પસંદ કરે છે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અને પોરબંદર ના ખંભાળિયા અને ગોંડલ જસદણ તાલુકામાંથી ખેડૂતો જીરૂ લઈને ગોંડલ માર્કેટયાર્ડ માં આવી પોહચે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.