પ્રથમ તબકકામાં ધો.૧૨ના ૮૦ વિદ્યાર્થીઓને બોલાવી પુછપરછ કરાઈ ૩૬ વિદ્યાર્થીઓને ૧ થી ૩ વર્ષની સજા ફટકારતું શિક્ષણ બોર્ડ
પરીક્ષા દરમિયાન ચોરી કરતા રંગેહાથ પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી બાદ સીસીટીવી કેમેરામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનું હીયરીંગ હાથ ધરાશે
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને તબકકાવાર પુછપરછ માટે શિક્ષણ બોર્ડની કચેરીમાં બોલાવાયા છે ત્યારે આજે ધો.૧૨ના ૮૦ વિદ્યાર્થીઓની પુછપરછ દરમિયાન ૩૬ વિદ્યાર્થીઓએ પોતે બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.
શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષામાં પકડાયેલા કોપીકેસના વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં પ્રથમ તબકકામાં ૮૦ વિદ્યાર્થીઓને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં ૩૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન ચોરી કર્યાનું ‚બ‚ કબુલ્યું હતું. શિક્ષણ બોર્ડે આ તમામ ૩૬ વિદ્યાર્થીઓને અલગ-અલગ સજા ફટકારી હોવાનું જાણવા મળ્યું છે.
ધો.૧૦ની અને ધો.૧૨ની આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં ૨૫૦થી વધુ કોપીકેસ નોંધાયા છે. ત્યારે હાલ શિક્ષણ બોર્ડ દ્વારા કોપી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓની સુનાવણી હાથધરી છે. પ્રથમ તબકકામાં ધો.૧૨ના સાયન્સ, આર્ટસ અને કોમર્સના ૧૬૬ વિદ્યાર્થીઓમાંથી ૮૦ વિદ્યાર્થીઓને ‚બ‚ સુનાવણી માટે બોલાવાયા હતા. જેમાંથી ૩૭ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તે પૈકી એક વિદ્યાર્થીને નિર્દોષ છોડી મુકવામાં આવ્યો હતો અને બાકીના ૩૬ વિદ્યાર્થીઓએ ચોરી કરી હોવાનું કબુલી લેતા તેઓને સજા કરાઈ છે.
આ વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ૧ વર્ષથી લઈને ત્રણ વર્ષ સુધી પરીક્ષા ન આપવા દેવાની સજા ફટકારી છે. જેમાંથી ત્રણ વિદ્યાર્થીઓને સૌથી વધુ ત્રણ વર્ષની સજા કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન બ્લોક સુપરવાઈઝર, સ્કવોર્ડ તેમજ વર્ગ નિરીક્ષક દ્વારા ચોરી કરતા પકડાયા હોય અને કોપીકેસ દાખલ કરાયા હોય તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. હજુ આવતા દિવસોમાં કુલ ૨૫૦ વિદ્યાર્થીઓ પૈકી તબકકાવાર વિદ્યાર્થીઓને સુનાવણી માટે બોલાવવામાં આવશે.
પ્રથમ તબકકામાં અમુક વિદ્યાર્થીઓની સુનાવણી હાથધરાયા બાદ અને સજા ફટકાર્યા બાદ આજે પણ શિક્ષણ બોર્ડની કચેરી ખાતે ૮૦થી વધુ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે અને ત્યારબાદ આવતીકાલે ધો.૧૦ના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓને ‚બ‚ બોલાવી સુનાવણી હાથ ધરાશે. કોપી કરતા વિદ્યાર્થીઓને અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પકડાયેલ હોય તેવા વિદ્યાર્થીઓની સુનાવણી બાદ સીસીટીવી ફુટેજમાં પકડાયા હોય તેવા વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ વર્ષે સીસીટીવી બંધ કરીને તેમજ અન્ય રીતે માર્કસ કોપી કરતા અનેક વિદ્યાર્થીઓની બોર્ડને ફરિયાદ મળી છે.
શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી બોર્ડની પરીક્ષામાં દર વર્ષે ઢગલાબંધ કોપી કેસ પકડાય છે અને સુનાવણી દરમિયાન કસુરવાર સાબિત થયેલા વિદ્યાર્થીઓને શિક્ષણ બોર્ડ સજા પણ ફટકારતું હોય છે. ગયા વર્ષે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા ના આપવાની સજા ફટકારવામાં આવી હતી. આ વર્ષે પણ પ્રથમ તબકકામાં ૩૬ વિદ્યાર્થીઓને ૧ થી ૩ વર્ષ સુધી બોર્ડની પરીક્ષા નહીં આપવાની સજા ફટકારી છે. આગામી દિવસોમાં બાકી રહેલા વિદ્યાર્થીઓની સુનાવણી હાથ ધરાશે.
શિક્ષણ બોર્ડે તબકકાવાર કોપીકેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓને સજા ફટકારવાનું શ‚ કર્યું છે ત્યારે સૌથી પહેલા વર્ગ નિરીક્ષક કે ચેકિંગ સ્કવોર્ડે ચોરી કરતા કરતા વિદ્યાર્થીઓને ‚બ‚ પકડયા હોય તેવા કિસ્સાઓને પ્રથમ તબકકામાં આવરી લેવાયા છે અને ત્યારબાદ રાજયભરની શાળાઓમાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં જે વિદ્યાર્થીઓ ચોરી કરતા માલુમ પડયા છે તેવા તમામ વિદ્યાર્થીને બીજા તબકકામાં શિક્ષણ બોર્ડની કચેરી ખાતે ‚બ‚ બોલાવી સુનાવણી હાથધરાશે અને પરીક્ષા ચોરી સાબિત થાય તો વિદ્યાર્થીઓને એકથી વધુ વર્ષ બોર્ડની પરીક્ષા નહીં આપવાની સજા ફટકારવામાં આવશે.