બાળલગ્ન કરાવનાર આરોપીનો ગુનો સાબીત થાય તો એક વર્ષની સજા અને બે લાખ રૂપીયાનો દંડ
21મી સદીમાં પણ અમુક સમાજોમાં બાળ લગ્ન જેવાં કુરિવાજ પ્રથા હજુ પણ યથાવત્ છે.રાજ્ય સરકાર બાળક લગ્ન જેવા દૂષણ ને દુર કરવા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ અમલમાં મૂક્યો છે.પરતું હજુ પણ લોકો બાળ લગ્ન જેવા દૂષણ કરાવે છે જેનો ભોગ બાળક બેને છે .રાજ્ય સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ પ્રત્યેક જીલ્લાઓમાં જીલ્લા કક્ષાએ સમાજ સુરક્ષા વિભાગ કાર્યરત છે.
જેમાં રાજકોટ જીલ્લાની સમાજ સુરક્ષા કચેરી દ્વારા છેલ્લા ચાર વર્ષ માં 36 બાળલગ્નો અટકાવ્યા છે. જેમાં વર્ષ 2020-2 1માં 7, 2021-22 માં 14, 2022-23 માં 11, 2023-24 માં 4 બાળ લગ્નો અટકાવ્યા છે. હાલમાં લગ્નની સીઝન ચાલુ થઇ છે. ઘણા બધા સમાજમાં સમૂહ લગ્નના આયોજન થઈ રહ્યા છે. ત્યારે સમૂહ લગ્નના આયોજકોએ સમૂહ લગ્નમાં જોડાનાર દરેક વરઘોડિયાના જન્મ તારીખના દાખલાની ચકાસણી કરી અને કાયદા મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા કિશોર- કિશોરીઓના જ લગ્ન કરવા જોઇએ. બાળલગ્ન ન થાય તે માટે સમગ્ર સમાજ અને સમાજના આગેવાનોની ફરજ છે.
બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ જોગવાઈ મુજબ લગ્ન માટેની ઉંમર પુરુષ માટે 21 અને સ્ત્રી માટે 18 વર્ષ નિર્ધારિત કરેલ છે. નિર્ધારિત ઉંમર પહેલાં કરવામાં આવતા લગ્ન બાળ લગ્નની વ્યાખ્યામાં આવે છે. જે બદલ 1 લાખ નો દંડ અથવા 2 વર્ષની સજા આ બંને જોગવાઈ છે. કોઈ પણ વ્યક્તિ બાળ લગ્ન થતાં હોવાની માહીતી નજીકના પોલિશ સ્ટેશન, 181 અભ્યમ હેલ્પ લાઈન, પોલિશ કંટ્રોલ રૂમ 100 નંબર અને સંબધિત જીલ્લાની બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી ખાતે લેખિત અથવા મૌખિક સ્વરૂપમાં ફરિયાદ કરી શકાય છે.
બાળ લગ્નની માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રખાય છે: ડો. મિલન પંડિત
જિલ્લાના સમાજ સુરક્ષા વિભાગમાં ફરજ બજાવતા પ્રોહિબિશન ઓફિસર મિલન પંડિતે અબતક સાથે થયેલી વાત ચીતમાં જણાવ્યું કે બાળ લગ્નએ ઍક ગંભીર સમસ્યા છે.બાળ લગ્ન દૂષણ દૂર કરવાં સરકાર, સામાજિક સંસ્થાઓ, સામાજિક કાર્યકરો પ્રયત્ન કરી રહ્યાં છે. કોઈ વ્યક્તિ દ્વારા અમને બાળ લગ્ન થતાં હોવાની જાણ કરતા તે સ્થળ પર જઈને બાળ લગ્ન અટકાવી વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. જો બાળ લગ્ન થતા હોય અને લગ્ન થતા પહેલા જાણ કરવામાં આવે તો આવા લગ્ન અટકાવવામાં આવે છે અને જો લગ્ન થઈ ગયા હોય તો તેઓની સામે જરૂરી તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જેથી સમાજના કોઈપણ વ્યકિતએ આ પ્રકારના લગ્ન કરાવવા કે કરવાં નહિં. જો નિયમનો ભંગ કરાશે તો તેઓની સામે કાર્યવાહી કરાશે. ખાસ કરીને સમૂહલગ્નના આયોજકોને તાકીદ કરવામાં આવી છે.