કુલ 16 બેન્કોમાંથી રૂ. 14 લાખની જાલી નોટ કબ્જે કરતી એસઓજી, તપાસનો ધમધમાટ
જાલી નોટનું દુષણ દિન પ્રતિદિન વધી રહ્યું હોય, તેવામાં અમદાવાદમાં વિવિધ બેન્કોમાંથી 3574 જેટલી જાલી નોટો પકડાય છે. આ બનાવને લઈને રિઝર્વ બેન્ક પણ હરકતમાં આવી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
એસઓજીની ટીમે અમદાવાદની અલગ અલગ 16 બેન્કમાં તપાસ કરી 14.31 લાખની નકલી ચલણી નોટો પકડી પાડી હતી. આ નોટો જપ્ત કરી અજાણી વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન એસઓજીની ટીમને 17 બેન્કમાંથી 2000, 500, 100, 200, 50, 20, 10ના દરની કુલ 3574 નકલી નોટો મળી આવી હતી. જેની કુલ રકમ 14.31 લાખ રૂપિયા થાય છે.
જેમાં એક્સિસ બેન્કમાંથી 738, એચડીએફસીમાંથી 856, આઈસીઆઈસીઆઇમાંથી 1252, કોટક મહિન્દ્રામાંથી 384, બેન્ક ઓફ બરોડામાંથી 96, ડીસીબીમાંથી 17, સારસ્વતમાંથી 4, એયુ સ્મોલમાંથી 19, કાલુપુર કો.ઓ.બેન્કમાંથી 31, યસ બેન્કમાંથી 17, આડીબીઆઇમાંથી 80, અભ્યુદમાંથી 3, ગુજરાત સ્ટેટ કો.ઓ.માંથી 4, આઇડીએફસી ફર્સ્ટમાંથી 18, એસબીઆઇમાંથી 8 નોટ મળી આવી હતી.
અનેક નોટ ચિલ્ડ્રન બેંકની નીકળી !!
એસઓજીની ટીમે નકલી નોટોની તપાસ કરી ત્યારે કેટલીક નોટો ફાટેલી, પટ્ટીવાળી તથા કાગળ ચોંટાડેલી, ધોવાઈ ગયેલી ચિલ્ડ્રન બેંકની નોટો હતી.100, 50, 20 અને 10ની નવી નોટોના સિરિયલ નંબર સામે અંગ્રેજીમાં એન તથા જૂની નોટો સામે અંગ્રેજીમાં ઓ દર્શાવેલ હતા.