મેષ રાશીફળ – આજના દિવસમાં પોતાના જીવનસાથી સાથે પારિવારીક સમસ્યા વિશે ચર્ચા કરવી, અને એક-બીજાને સમય આપવો. આ રાશિના જાતકોએ આજના દિવસ દરમિયાન ઉતાવળમાં કોઈ પણ જગ્યાએ રોકાણ કરવું નહીં. જો સાવધાની ન રાખી તો નુકશાન થવાની શક્યતા છે. તમારે અનુભવી લોકોની સલાહ પ્રમાણે એવી યોજના પર કામ કરવું, જે આગામી સમયમાં સારો નફો અપાવી શકે. છૂપાયેલા દુશ્મન તમારા વિશે અફવાહ ફેલાવી શકે છે, તેથી સાવધાની રાખવી.
વૃષભ રાશીફળ – આજના દિવસ દરમિયાન તમારી ઉર્જાને વ્યક્તિત્વના વિકાસમાં લગાવો, જે તમને મદદગાર સાબિત થશે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂરત છે. તમામ તથ્યો જાણ્યા બાદ નિર્ણય કરવો, તમારા ગુસ્સા પર કાબુ રાખવો, નહીં તો તમારા અંગત સંબંધ બગડી શકે છે. તમારા પ્રિય વ્યક્તિને ના ખુશ કરવાથી ખુબ મુશ્કેલીમાં પડી શકો છો. કાર્યસ્થળ પર તમારા કામની ગુણવત્તા જોઈ વરિષ્ઠ તમારાથી પ્રભાવિત થશે.
મિથુન રાશીફળ – પ્રભાવી વ્યક્તિનો આજે સહયોગ રાખવો, જે તમારા ઉત્સાહને ડબલ કરી શકશે. કોઈ પણ ક્ષેત્રમાં કરેલા તમારા રોકાણ અને ભવિષ્યની યોજનાને ગુપ્ત રાખવી. પરિવાર માટે પણ સમય કાઢી તેમના માટે યોજના બનાવવી જોઈએ. તમારું વલણ, ઈમાનદારી અને સ્પષ્ટવાદીનું રાખવું.
કર્ક રાશીફળ – આ રાશિના જાતકોએ વાહન ચલાવવામાં સાવધાની રાખવી નહીં તો અકસ્માત થઈ શકે છે, ખાસ કરીને ચાર રસ્તાઓ પર વધુ ધ્યાન રાખવું . આજના દિવસ દરમિયાન અચાનક નવા સ્ત્રોતથી ધન પ્રાપ્ત થઈ શકે છે. જે તમારા દિવસને ખુશીથી ભરી દેશે. પરિવાર તથા પરિવારની સમસ્યામાં પણ પૂરતું ધ્યાન આપવું. ઓફિસમાં વધારે સમય ઘરેલુ જિંદગીમાં મુશકેલી ઉભી કરી શકે છે. જીવનસાથી સાથે નર્માશથી વાત કરવી. પોતાની જાતને ખોટી વસ્તુઓથી દુર રાખવી, નહીં તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજના દિવસ દરમિયાન કરેલી તમારી મહેનત કાર્યક્ષેત્રમાં રંગ લાવશે.
સિંહ રાશીફળ – આ રાશિના જાતકોએ પોતાના આત્મવિશ્વાસમાં વધારો કરવાના પ્રયત્નો કરવા. આજે રોકાણ માટેના જે અવસર આવે તેના પર સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવું . દિવસના ઉતરાર્ધમાં કોઈ સારા સમાચાર પુરા પરિવારને ખુશી અપાવી શકે છે. જીવનસાથીને કોઈ સરપ્રાઈઝ આપવાથી તમામ તણાવ દુર થઈ શકે છે. તમારા છુપાયેલા વિરોધીઓ તમને ખોટા સાબિત કરવા પુરજોરમાં પ્રયત્નો કરશે પરંતુ, તમારી કમ્યુનિકેશન ક્ષમતા પ્રભાવશાળી સાબિત થશે.
કન્યા રાશીફળ – આજના દિવસ દરમિયાન કોઈ પણ વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. આજે અન્ય કોઈની ભૂલ તમારે સહન કરવી પડી શકે છો. જો તમે તમારી રચનાત્મક પ્રતિભાનો સારી રીતે ઉપયોગ કરશો તો ફાયદાકારક સાબિત થશે. આત્મવિશ્વાસ વધારવો અને નકારાત્મકતાનો ત્યાગ કરવો. તમારી વાતચીતમાં મૌલિકતા રાખવી, કોઈ બનાવટી વાત તમારું નુકસાન કરાવી શકે છે. નવી પરિયોજનાઓ કોઈ અન્ય દિવસ માટે છોડી દો કારણ કે આજના દિવસ દરમિયાન કરેલા કામ સારું પરિણામ નહીં અપાવી શકે.
તુલા રાશીફળ – આ રાશિના જાતકોને ધાર્મિક કાર્ય કરવા માટે આજનો દિવસ શુભ છે. આજે બેસી રહેવાને બદલે કઈં એવું કરો જે કમાણીમાં વધારો કરે. આજે અનુભવી લોકોની સલાહ સાથે જ કામ કરવું. વાણી પર સંયમ રાખવો અને ખોટા વાદ વિવાદથી દુર રહેવું જ સારૂ છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે કામ પર પ્રભાવ પડી શકે છે.
વૃશ્ચિક રાશીફળ – આજે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કવો પડી શકે છે, જેના કારણે તણાવ રહે. લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખી રોકાણ કરવું. બાળકો સાથે વધારે સમય વિતાવો. કાર્યસ્થળ પર કઠિન દિવસ દેખાઈ રહ્યો છે. દુશ્મન ષડયંત્ર રચી હાની પહોંચાડી શકે છે. લાંબી સફર કરવી પડી શકે છે, પરંતુ તે ફાયદાકારક રહેશે.
ધન રાશીફળ – આ રાશિના જાતકોએ આરામ કરવું જરૂરિ સાબિત થશે, કેમ કે હાલના દિવસમાં માનસીક તણાવ રહેશે. આજના દિવસ દરમિયાન તમારા મનમાં ઝડપી પૈસા કમાવવાની ઈચ્છા પ્રબળ બનશે. આ રાશિના જાતકોને જીવનસાથી સાથે કરેલો ઝગડો તણાવ વધારી શકે છે, તેથી વાણી પર સંયમ જાળવવો. આજે તમે એક ટીમનું નેતૃત્વ કરવામાં મજબૂત સ્થિતિમાં હશો, અને સાથ સહકાર પણ સારો મળી રહેશે. જો કોઈ વાદ વિવાદમાં પડ્યા હોવ તો તીખી ટીપ્પણી કરવાથી બચો.
મકર રાશીફળ – કામનું દબાણ વધતા માનસીક પરેશાની રહે. ઉતાવળમાં રોકાણ ન કરવું, નહીં તો નુકશાન થઈ શકે છે. જીવનસાથી સાથે ઝગડો તણાવનું કારણ બને. ઓફિસમાં તમારા કામ પર કોઈ અધિકાર જમાવી શકે છે. જેથી આંખો ખોલીને રાખો અને તમારી ચારે તરફ થઈ રહેલી ગતિવિધી પ્રત્યે સજાગ રહો. આજના દિવસ દરમિયાન એવી કોઈ જાણકારી ઉજાગર ન કરો જે ગોપનીય હોય.
કુંભ રાશીફળ – આજે તમારો તમારો આત્મવિશ્વાસ ઊંચો રહેશે. આ રાશિના જાતકોએ કોઈની મસ્તી કરવાના સ્વભાવ પર કાબુ રાખવો, અને મનોરંજન પાછળ નકામા ખર્ચ કરવાથી બચવું. સામાજિક જવાબદારીને અનદેખી ન કરવી, જરૂરી સમય કાઢી પરિવાર સાથે સમય વિતાવવો. આજના દિવસ દરમિયાન તમારે તમારા આંખ કાન ખોલીને કામ કરવું. તમારી મહેનત કાર્યક્ષેત્રમાં જરૂર રંગ લાવશે. આજના દિવસ દરમિયાન બધા જ લોકો સાથે વિનમ્ર વ્યવહાર રાખવો.
મીન રાશીફળ – આજે તમારો બાળક જેવો ભોળો સ્વભાવ રહી શકે છે. શંકાસ્પદ આર્થિક લેવડ દેવડમાં ફસાવવાથી સાવધાન રહેવું. કોશિસ કરો કે, કોઈ તમારા કામથી દુખી ન થાય અને પરિવારની જરૂરિયતને સમજો. આજે તમને અહેસાસ થશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે. તમારાથી વરિષ્ઠ તમારાથી નારાજ રહી શકે છે, એટલે વિનમ્ર રહો.