- સાઈટ પરના લેબર માટે નિ:શુલ્ક ચેકઅપ કેમ્પનું પણ કરવામાં આવ્યું છે આયોજન: સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાનો લાભ મળી રહે તે મુખ્ય હેતુ
રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા શ્યામલ શાશ્વતની સાઈટ પર એ ઇનિર્માણ કાર્ડ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા ગ્રેડાઈ વુમન્સ દ્વારા આ જાગૃતતાલક્ષી કાર્યક્રમ યોજાયો હતો જેમાં આશરે 350 જેટલા લેબર માટે વિવિધ સરકારી યોજના તથા નિશુલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. રાજકોટ બિલ્ડર એસોસિએશન નું માનવું છે કે તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે માત્ર વાણિજ્ય હેતુ માટે જ નહીં પરંતુ મજૂરોની તથા કહી શકાય કે લેબરોની સુખાકારી જળવાઈ રહે તે હેતુસર આ સમગ્ર આયોજન હાથ ધરવામાં આવેલું છે.
ક્રેડાઈ વૂમન્સ વિંગ અને રાજકોટ બિલ્ડર એસોસીએશન દ્વારા મજુરો ક્ધટ્રકશન સાઈટ પર કામ કરે છે તેને હેલ્થ જાગૃતિ માટે આ કેમ્પ યોજાયો હતો. સાઈટ પર કામ કરતા મજદુરો માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ અંગે સમજાવવામાં આવ્યા હતા. શ્યામલ શાશ્વત સાઈટ પર ઈ-નિર્માણ કાર્ડ કેમ્પમાં 350 મજુરોએ લાભ લીધો હતો.આ ઉપરાંત બિલ્ડરોને પોતાના મજુરો માટે એ-નિર્માણ કાર્ડ કેમ્પનું આયોજન કરે તેવી અપીલ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કે.એમ. ગોહિલ ડીસ્ટ્રીક્ટ જજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અસંગઠિત ક્ષેત્રમાંથી આવતા મજુરોને લાભ મળે એ મુખ્ય હેતુ : કે.એમ.ગોહેલ (સેક્રેટરી એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ)
કે.એમ.ગોહેલ એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સેક્રેટરીએ અબતક સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ રાજકોટ તથા ક્રેડાઈ વૂમન વિંગ્સના સંયુક્ત ઉપક્રમે તેમજ શ્યામલ શાશ્વતની સાઈટ પર આજરોજ ઈ નિર્માણ કાર્ડ તથા મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝીક્યુટીવ ચેરમેન જસ્ટીસ બીરેન એ. વૈષ્ણની અધ્યક્ષતામાં આ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં અસંગઠિત ક્ષેત્રમાંથી આવતા મજુરોને લાભ મળી રહે તેવા હેતુથી સાલસા સ્કીમ 2015 હેઠળ મજુરોને જે લાભ મળે છે તે કેમ્પ અંતર્ગત અત્યારે જે 250 મજુરો કાર્યરત છે તે મજુરોના ઈ નિર્માણ કાર્ડની કામગીરી ચાલી રહી છે. તેમજ તેઓનું મેડીકલ ચેક અપ કરી તેમજ સરકાર દ્વારા જે લાભ મળે છે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.જેથી કરીને બહાર ગામથી આવતા મજુરોને લાભ મળી શકે.ઈ નિર્માણ કાર્ડ અંતર્ગત અન્નપુર્ણા યોજના જેવી અનેક યોજના મળી રહે તેવા આશ્રયથી આ ઈ નિર્માણ કાર્ડની કામગીરી ચાલી રહી છે.18 -60 વર્ષની ઉમરના લોકોનું ઈ નિર્માણ કાર્ડ ઇસ્યુ થઇ શકે છે.તેમજ કે જેઓએ 90 કલાકની મજુરી કરી હશે તેઓને આ કાર્ડ નીકળી શકે છે.અલગ અલગ વિભાગમાં કામ કરતા પ્લમ્બર અને વાયરીંગ કામ તેમજ મજુરી કરતા લોકોનો આ સ્કીમમાં સમાવેશ થાય છે.
માત્ર ઈ-શ્રમ કાર્ડ જ નહીં પરંતુ લેબરોનું સંપૂર્ણ બોડી ચેકઅપ પણ કરાય છે નિશુલ્ક: દર્શના પટેલ (પ્રેસીડેન્ટ ઓફ ગુજરાત વૂમન વિંગ્સ)
દર્શના નીખીલ પટેલ કે જેઓ પ્રેસીડેન્ટ ઓફ ગુજરાત વૂમન વિંગ્સ ક્રેડાય એ અબતક સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે તેઓ દરેક સાઈટ પર જઈને ગવર્મેન્ટની સહાયથી આ કેમ્પનું આયોજન કરાઇ છે. તેઓ ઈ નિર્માણ કાર્ડ પ્રોજેક્ટની સાથે તેઓ કલ્યાણી પ્રોજેક્ટ કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન સાથે ટાઈઅપ કરી કોઈપણ સાઈટ પર જઈ હિમોગ્લોબીનથી લઇ 1000 થી વધુ બોડી ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરે છે. આ ઉપરાંત શહેરના વિકાસના ભાગ રૂપે સદભાવના વૃદ્ધાશ્રમના સંયુક્ત ઉપક્રમે પ્લાન્ટેશન ડ્રાઈવ નામનો પ્રોજેક્ટ પણ ચલાવવામાં આવશે. બિલ્ડરોને અપીલ કરતા જણાવ્યું હતું કે સિટીનો વિકાસ ત્યારે જ થાય છે જયારે આપને પોતાની સાઈટ પર કે આજુબાજુ વૃક્ષારોપણ કરીશું.આવનારા સમયમાં પણ વૂમન વિંગ્સ નેચર સાથેના પ્રોજેક્ટમાં વર્ક કરવા માટે કાર્યરત રહેશે.
પ્રોજેક્ટના લેબરો સુધી સરકારની યોજનાઓ પહોંચે તે ખૂબ જરૂરી : અમિત ત્રાંબડીયા
શ્યામલ ગ્રુપના અમિતભાઈ ત્રાંબડીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે પગલું લેવામાં આવ્યું છે તે અત્યંત સરાહનીય છે કારણકે કોઈપણ પ્રોજેક્ટ માટે લેબર છે તે તેમનો પાયો છે અને કરોડરજ્જુ છે. અહીં જે મજૂરો કામ કરી રહ્યા છે તેઓને સરકારની વિવિધ યોજનાઓનો પૂરતો લાભ મળી રહે તે હેતુસર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના વિવિધ કેમ્પ નું આયોજન હાથ ધરાશે. શ્યામલ ગ્રુપ ખાતે આશરે 350 જેટલા લેબરો માટે ઈશ્રમ કાર્ડ કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી બેથી ત્રણ દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. શ્યામલ ગ્રુપના અમિતભાઈએ રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.