સોમનાથ જિલ્લાંના ગીર મધ્યે આવેલું શાણાવાંકયા ગામ, જ્યાં આવેલી છે ૩૫૦ થી પણ વધુ ગુફાઓ, લોક વાયકા મુજબ આ ગુફાઓનો ઇતિહાસ મહાભારત સાથે સંકળાયેલ છે.
કહેવાય છે કે આજથી પાંચ હાજર વર્ષ પૂર્વે મહાભારત સમયમાં જયારે પાંડવો ને અજ્ઞાત વાસ પડ્યો ત્યારે ગીર સોમનાથ જિલ્લાના શાણાવાંકયા ગામથી ૩ કિલો મીટર દૂર ગીર જંગલમાં પહાડોમાં પાંડવોએ આવી અને એક જ રાતમાં નાની મોટી આ પહાડોમાં ૩૬૦ જેટલી ગુફાઓ બનાવી હતી અને જેમાંથી ૬૦ જેટલી ગુફાઓમાં અતિ ફરવા લાયક મનાય છે. જેમાંથી ભીમની ચોરી, ગાંધારી ની ગુફા, વિશાલ શિવ લિંગ, પ્હાડમાં પાણી સંગ્રહ માટેની ગુફાઓ, સહીત ૩૬૦ જેટલી ગુફાઓ આ પહાડોમાં આવેલી છે.
શાણાવાંકયા ગામના લોકોના કહેવા મુજબ આજથી હજારો વર્ષ પહેલા ભીમ અને હેડંબા ના લગ્ન અહીં થયા હતા જેના પુરાવા સ્વરૂપે આજે પણ આ ગુફાઓમાં ભીમ ના જે જગ્યા એ લગ્ન થયા હતા તે ગુફામાં ચાર સ્થભ વાળો માંડવો અને મહાકાય શિવ લિંગ આ લોકવાયકનો પુરાવો આપે છે. સાથે એવું પણ કહેવાય છે કે આ મહાકાય શિવ લિંગ ને ભીમે બાથમાં લીધી હતી, અને આ પહાડો ઉપર ૧૫૦૦ વર્ષ જૂનું ચારમઢ વળી માતાજી પણ બિરાજે છે જે રીબારી સમાજની કુળદેવી મનાઈ છે. સાથે ગીર મધ્યે રૂપેણ નદી અને ડેમના નજીક હોવાથી કુદરતી અનોખો નજારા નો આહલાદક દર્શન થાઈ છે
ગીર સોમનાથ જિલ્લાના શાણાવાંકયા ગામમાં આવેલી ઐતિહાસિક પૌરાણિક જગ્યા પર ગુજરાત પુરાતત્વ ખાતા દ્વારા મસમોટા બોડ તો લગાવ્યા છે પણ પણ જાળવણી કરે કોણ, ગામ લોકો અને પ્રાયટકોનું માન્યે તો આ જગ્યા નું ડેવલોપમેન્ટ અને જાળવણી કરવાની જરૂર છે જો આ રીતે થાય તો આ જગ્યા વિશ્વ સુપ્રસિદ્ધ નામના બનાવે તેવી છે અને અહીંના લોકોને રોજગારી પણ મળે.