204 દેશોમાં અભ્યાસ હાથ ધરાયા બાદ આવ્યો ચોકવાનારો ખુલાસો : હૃદયની બીમારી પણ વધી
એક તરફ સમગ્ર વિશ્વ નેટ ઝીરો કાર્બન તરફ આગળ વધી રહ્યું છે તો સામે હવા પ્રદુષણ નું પ્રમાણ પણ ભિન્ન પ્રતિદિન વધતા અનેક વિગત સમસ્યા ઉદભવી થઈ રહી છે ત્યારે હવા પ્રદુષણથી છેલ્લા બે વર્ષમાં 35 લાખ લોકો મૃત્યુ પામ્યા છે જે આંકડો અત્યંત ચોંકાવનારો છે. સમગ્ર વિશ્વમાં 31 ટકા લોકો આવા પ્રદૂષણ ના કારણે અકાર મૃત્યુ પામ્યા છે સાથોસાથ અન્ય લોકોને હૃદયની ગંભીર બીમારીઓ પણ થઈ ચૂકી છે. હાલ આ અંગેનો સર્વે 204 જેટલા દેશોમાં કરવામાં આવ્યો છે. બીજી તરફ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સારી એવી ક્રાંતિ સર્જાતા લોકો હવે અધ્યતન ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છે અને સ્થાનિક સ્તરે જે હવાનું પ્રદૂષણ હોવું જોઈએ તેમાં પણ ઘટાડો લાવવામાં આવ્યો છે પરંતુ આ આંકડો વૈશ્વિક ફલક ઉપર પ્રસ્થાપિત થાય તે જરૂરી છે.
હવાના પ્રદૂષણની આ સ્થિતિની સૌથી વધારે અસર બાળકો, વૃદ્ધો તેમજ શ્વાસનળી અને ફેફસાના રોગોથી પીડાતા દર્દીઓ પર થાય અને એને કારણે તેમણે પોતાના આરોગ્યની વિશેષ કાળજી લેવી જરૂરી બને. માણસને જીવતા રહેવા માટે પૂરતા પ્રમાણમાં ઑક્સિજનયુક્ત અને કેમિકલ અથવા ધુમાડો કે રજકણો જેવી કોઈ અશુદ્ધિ જેમાં ન ભળી હોય તેવી શુદ્ધ હવા જોઈએ છે.
આપણા ફેફસાં લોહી શુદ્ધ કરવાનું કારખાનું છે. અહીં હ્રદયમાંથી અશુદ્ધ લોહી આવે છે અને ફેફસાંની અનેક નલીકાઓ તેમજ કોષોમાં આપણે જે શ્વાસ લઈએ છીએ એમાંનો ઑક્સિજન આ અશુદ્ધ લોહીને શુદ્ધ કરવા માટે શોષી લે છે અને અંગારવાયુ પાછો ફેંકે છે.આ પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે. હવે જો હવામાં કોઈપણ પ્રકારનું પ્રદૂષણ હોય તો ફેફસાંની આ કામગીરીમાં દખલ પહોંચે છે અને ધીરે-ધીરે ફેફસાં ઘવાતા જાય છે. ક્રૉનીક રેસ્પીરેટરી ડિસીઝ એટલે કે વારંવાર થતા શ્વસનતંત્રના રોગો થાય છે તે ન્યુમોનિયા, ટ્યૂબરક્લોસીસ અને ફેફસાંના કૅન્સર જેવા રોગોનું એક મહત્ત્વનું કારણ પ્રદૂષણ છે.