• તમામ 18  વોર્ડમાં સર્વે પૂરો: ખર્ચના  અંદાજનો આંકડો આવ્યા બાદ સરકાર પાસે ગ્રાન્ટ મંગાશે

શહેરમાં સતત પડેલા ભારે વરસાદના પગલે રોડ રસ્તાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. મુખ્ય માર્ગો ઉપર ડામર રોડ ધોવાઈ જતાં મોટા ગાબડાઓ પડવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે.અનેક સોસાયટીઓમાં રસ્તાઓ તુટી જતાં અમુક લોકોને ઘર સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે. વરાપ નિકળતા જ મનપાએ તમામ વોર્ડમાં ખાડાઓ અને તુટેલા રસ્તાઓનો સર્વે કર્યો હતો.

જેનો રિપોર્ટ ગઈકાલે રજૂ થતાં જાણવા મળેલ કે, મુખ્ય માર્ગો ઉપર 900થી વધુ ખાડાઓ પડ્યયા હોવાનું જાણવા મળ્યું છે. જેની સામે 35 કિ.મી.ના રસ્તાઓ તુટી ગયા હોવાનું પણ જણાવ્યું  છે. છતાં સર્વેમાં ભુલચુક થઈ હોય તેમ માત્ર 900 ખાડા બતાવવામાં આવેલ હોય એક્શન પ્લાન્ટની ગ્રાન્ટમાંથી તમામ કામ પુરા થશે કે કેમ તેવું ચર્ચાઈ રહ્યું છે.

સતત પાંચ દિવસ સુધી 30 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતાં રકાબી જેવા રાજકોટ શહેર પાણીથી જળ બંબાકાર બની ગયું હતું. શહેરના તમામ મુખ્ય માર્ગો ઉપર વોકળા વહેતા જોબવા મળ્યા હતા. જ્યારે નિચાણ વાળા વિસ્તારો અને સોસાયટીઓની સ્થિતિ જળ બંબાકાર થઈ ગયેલ વરસાદ બંધ થયા બાદ વરાપ નિકળતા શહેરભરમાં રસ્તાઓ ધોવાઈ ગયેલા અને ખાડાઓ થી ગયાની બુમારણ ઉઠી હતી. નિયમ મુજબ તંત્ર દ્વારા પણ તુરંત 18 વોર્ડમાં ઈજનેરની અધ્યક્ષસ્તામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ મુખ્ય માર્ગ ઉપરના જ ખાડાઓ ગણવામાં આવ્યા હોય તેમ 18 વોર્ડ વચ્ચે 900 ખાડા થયાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યાું છે. જેની સામે મુખ્ય માર્ગો તુટી ગયા હોય તેનો સર્વે કરાયેલ જેમાં 35 કિ.મી.ના રસ્તાઓ ધોવાઈ ગયાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.

શહેરમાં તુટી ગયેલા રસ્તાઓ અને ધોવાઈ ગયેલા રોડનું મરમતનું કામ હાલ ચાલુ કરવામાં આવ્યું છે. બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ હાલ વરસાદી માહોલ હોવાના કારણે ડામર પેચવર્ક કામ થઈ શકે તેમ ન હોય ફક્ત મોરમ અને બ્લોક નાખી ખાડાઓ પુરવામાં આવી રહ્યા છે. પરંતુ સર્વેના આધારે ખર્ચ નક્કી કર્યા બાદ સરકારમાંથી એક્શન પ્લાન્ટની ગ્રાન્ટ મંજુર થશે ત્યારે સંભવત નવરાત્રી દરમિયાન નવા ડામર રોડ સહિતનું કામ શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા હાલ મુખ્ય માગો ઉપર થયેલા ખાડાઓની ગણતરી કરવામાં આવી છે. જેના લીધે માત્ર 900 ખાડા થયાનું જાણવા મળેલ  છે. જેની સામે 35 કિ.મીના રસ્તાઓ તુટી ગયાનું જણાવવામાં આવ્યું છે. આથી પેચવર્ક કામ માટે મોરમ તેમજ બ્લોક નાખવાની કામગીરી કામચલાઉ કરવામાં આવે છે. ત્યાર બાદ એક્શન પ્લાન્ટ અંતર્ગત ડામર રોડનું કામ શરૂ થાય ત્યારે 35 કિ.મી.ના રસ્તાઓ અને નવા રોડ ઉપર પડેલા 900થી વધુ ખાડાઓ પુરવા માટે પણ નવેસરથી રોડનું કામ કરવું પડશે તેવું લાગી રહ્યું છે. છતાં તંત્ર દ્વારા હાલ કામચલાઉ ધોરણે તમામ રસ્તાઓના ખાડાઓ પુરી કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.