આતંકી રાક્ષસો સામેની નિર્ણાયક લડાઇ ચાલે છે અને તેને લીધે જબરો રાજકીય તેમજ લશ્કરી ધુંધવાટ પ્રવર્તે છે. તે વખતે જ કાશ્મીરીઓને ખાસ સત્તા આપતાી બંધારણની કલમ ૩૫-એ માં બદલાવના મુદ્દે કાનુની જંગનો ઘાટ ધડાયો છે. સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો પહોચ્યો છે અને તેની ફલશ્રુતિ રાજકીય અણુબોમ્બ સમુ સ્વરુપ લે તો નવાઇ નહીં એવો એક મત છે.

કલમ ૩૫-એ ના મુદ્દા ઉ:પર આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવનાર છે. આને લઇને દેશભરમાં તમામ લોકોની નજર કેન્દ્રીત થઇ ગઇ છે. સુપ્રીમ કોર્ટ કયા પ્રકારો આદેશ કરે છે તેને લઇને કાયદાકીય નિષ્ણાતોમાં પણ ચર્ચા છે. કલમ ૩૫-એ માં જમ્મુ-કાશ્મીરના લોકોને વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. પુલવામાંમાં આતંકવાદી હુમલો થયા બાદ દેશભરના લોકો આ કલમને દૂર કરવા માટે માંગ કરી રહ્યા છે ત્યારે આવતીકાલે સુપ્રીમ કોર્ટ કયો ચુકાદો આપે છે તેને લઇને તમામની નજર કેન્દ્રિત છે.

૩૫-એની સાથે કોઇપણ પ્રકારના ચેડા અથવા તો તેને દુર કરવાની બાબત જમ્મુ કાશ્મીરના લોકોને મંજુર નથી. આવી સ્થિતિમાં હિંસા થવાની દહેશત પણ દેખાઇ રહી છે જેથી પહેલાથી જ સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. સીઆરપીએફની ૪૫, બીએસએફની ૩પ, એસએસપીની ૧૦ અને આઇટીબીપીને ૧૦ કંપનીઓ ગોઠવી દેવામાં આવી છે. રાજય સરકારની જુદી જુદી યોજનાઓનો લાભ પણ ૩૫-એ હેઠળ લોકો મેળવી શકે તેવી સ્થિતિમાં નથી. અહીંની સંપત્તિ ખરીદી પણ શકવાની સ્થિતિમાં નથી. પુલવામાં હુમલા બાદ દેશના લોકો આ કલમને દુર કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે આ સુનાવણી મહત્વપૂર્ણ બની છે. અલગતાવાદી નેતાઓ બંધની હાકલ કરી રહ્યા છે. રાજયમાં વ્યાપક દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાત્રિ ગાળામાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સેન્સરશીપ પણ લાગુ કરવામાં આવી છે. બીજી બાજુ પોલીસે પણ ખાસ સુચના જારી કરી છે જેમાં તમામ પબ્લિક હેલ્થિ ચીફ મેડીકલ ઓફીસરને તમામ જીલ્લામાં દવા અને બીજી ચીજો સપ્લાય કરવા કહેવામાં આવ્યું છે. સરકારી કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે.

બીજી બાજુ શ્રીનગરનો અહેવાલ દર્શાવે છે કે કલમ ૩૫-એ ની સુનાવણી આડે કલાકોનો ગાળો રહ્યો છે ત્યારે સાવચેતીના પગલારુપે જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળો કાશ્મીર ખીણમાં આક્રમક કાર્યવાહીનો દોર જારી  રાખ્યો છે. મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળોએ કાશ્મીરમાં આજે સતત બીજા દિવસે દરોડા પાડયા હતા.

જમાતે ઇસ્લામી સાથે જોડાયેલા સક્યિ લોકો સામે કાર્યવાહી જારી રાખી છે. દક્ષિણ અને ઉત્તર કાશ્મીરમાં મોટી સંખ્યામાં લોકોને પકડી લેવામાં આવ્યા છે. અલગતાવાદી લીડર સઇદ અલી શાહ ગિલાનીના તહેરિકે હુરિયતના એક હિસ્સા તરીકે રહેલા જમાતે ઇસ્લામીના નિવેદનમાં જણાવવામાં આઇવ્યું છે કે, પોલીસ અને સુરક્ષા દળો દ્વારા બિનજરુરી મારવા માટે સેનો દ્વારા ઓપરેશન ૬૦ ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા સેના દ્વારા ઓપરેશન-૨૫ પણ ચલાવવામાં આવ્યું હતું કે જે સફળ રીતે પૂર્ણ થયું હતું કે જે સફળ રીતે પૂર્ણ થયું હતું. પુલવામાં હુમલા સહિત અત્યાર સુધીમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં ભારતના ૪૫ જવાન શહીદ થયા છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબુબા મુફતી અને ફારુક અબ્દુલ્લા એવું જાહેર કરી ચુકયા છે કે કાશ્મીરના હાલનાં દરજજા કે રાજકીય સ્વરુપમાં કાશ્મીરની પ્રજાની વિરુઘ્ધ જો કોઇ બદલાવ કરવામાં આવશે તો કાશ્મીર સળગશે અને ભડકે બળશે…આમ પણ કાશ્મીરમાં અત્યારે રાજકીય ચરુ ઉકળી રહ્યો છે. આતંકી પરિબળો અને ભારત સરકાર વચ્ચે રીતસર જંગ ચાલી રહ્યો છે. કાશ્મીરમાં અત્યારે રાષ્ટ્રપતિ શાસન પ્રવર્તે છે.

પોલીસ-કાર્યવાહીઓ દરમ્યાન પ્રજાજનો પથ્થરમારો કરી રહ્યા હોવાની ઘટનાઓ બને છે અને ૫રિસ્થિતિ અસામાન્ય છે. પાકિસ્તાન-ભારતના વડાપ્રધાનો યુઘ્ધની સામે યુઘ્ધના ડાકલાં વગાડી ચુકયા છે આ મામલો યુનોમાં પણ છે… ભારત સરકાર લોકસભાની નજીક આવતી ચુંટણીમાં લાભ લેવા માટે પાકિસ્તાન વિરોધી સંઘર્ષો પેદા કરે છે એવો આરોપ પાકિસ્તાને મૂકયો છે. આવી પરિસ્થિતિ વચ્ચે કાશ્મીરને લગતી ૩પ-એ કલમમાં બદલાવને લગતી કોઇપણ હિલચાલ કાશ્મીરની ધરતીને ભડકે બાળવાની સ્થિતિ સર્જે તો નવાઇ નહીં !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.