ઉજ્જવલા યોજના દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારની બહેનોને પ્રદુષણ અને ધુમાડાથી મુકત બનાવવા માટે સ્વચ્છ ઇંધણ મળે તે માટે ગેસ કનેકશન આપવાની સરકારની યોજના છે. જેમાં ઉજ્જવલા ફેઝ-૧માં રાજકોટ જિલ્લાને ૧૧૧ ટકા સિધ્ધિ પ્રાપ્ત ગયેલ છે.
કુલ ૩૪૭૦૧ મહિલાઓને ગેસ કનેકશન આપવામાં આવેલા છે. જયારે ઉજ્જવલા ફેઝ-૨ માં અનુસૂચિત જાતિ/અનુ. જનજાતિની મહિલાઓને ગેસ કનેકશન આપવામાં આવે છે.
જેમાં ૯૨ ટકા સિધ્ધિ રાજકોટ જીલ્લાએ મેળવેલ છે. આ ઉપરાંત એલ.પ.જી./પી.એન.જી. સહાય યોજના તથા બી.પી.એલ તથા અંત્યોદય લાભાર્થીને ગેસ કનેકશન આપવાની યોજના છે અને જેનો ખર્ચ રાજય સરકાર દ્વારા ભોગવવામાં આવે છે.