સેલવાસ.નરોલીનાં મોન્ટલિટ્રા જી-સ્કૂલનાં ગ્રાઉન્ડ પર ઑરચેરી વર્કશોપ એટલે તીરંદાજી કાર્યશાળા વર્કશોપમાં મોન્ટલિટ્રા જી-સ્કૂલનાં 200 ઉપરાંત આલોક પબ્લિક સ્કૂલ, શિવપ્રકાશ મેમોરિયલ સ્કૂલ સહિતનાં કુલ 347 વિદ્યાર્થીઓએ ભાગ લીધા. વિદ્યાર્થીઓને તીરંદાજી શીખવવા ઇંટરનેશનલ કોચ ડો. શિહાન હુસૈની ચેન્નઈથી આવેલા હતાં. ઑરચેરી એસો.દમણ-દીવનાં ચીફ કિરણ પ્રજાપતિ વર્કશોપનું આયોજન કર્યું હતું. સવારથી સાંઝ સુધી ચાલેલ વર્કશોપમાં તાલીમાર્થીઓને તીરંદાજીનું બેસિક ટ્રેનિંગ સાથે જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
સાંઝે જિલ્લા પંચાયતનાં સીઈઓ ડો.અપૂર્વ શર્મા અને સેલવાસ મ્યુનિસિપલ કૌંસિલનાં પ્રેસિડેંટ રાકેશસિંહ ચૌહાણનાં હસ્તે તાલીમાર્થીઓને સહભાગિતા પ્રમાણ-પત્ર અપાયું. આ અવસરે મોન્ટલિટ્રા જી સ્કૂલનાં પ્રિંસિપલ એસ.રમેશ,સ્થાનીય અગ્રણી દિવ્યાંશસિંહ ચૌહાણ, વરિષ્ઠ ધારાશાસ્ત્રી બકુલ દેસાઈ, ઑરચેરી પ્રશિક્ષક મહિમા પ્રજાપતિ, રાજેશ પટેલ, રાધાકૃષ્ણન ઉપસ્થિત રહ્યા હતા. રાકેશસિંહ ચૌહાણે બધા તાલીમાર્થીઓ માટે બન્ને ટાઇમનાં નાશ્તા-ભોજનનાં બંદોબસ્ત કર્યુ હતું.