- ભારતીય સશસ્ત્ર દળોને 31 લાંબા અંતરના ડ્રોન મળશે: બે કરાર પર કરાશે હસ્તાક્ષર
ભારત અને યુએસ ભારતીય સશસ્ત્ર દળો માટે 31 ખચ9ઇ ડ્રોન ખરીદવા માટે 34,500 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કરવા તૈયાર છે. કરારમાં જાળવણી અને સંપાદન માટેના કરારનો સમાવેશ થાય છે. જનરલ એટોમિક્સ ભારત ફોર્જ સાથે ઘટકો માટે ભાગીદારી કરવાની અને ભારતમાં વૈશ્વિક ડ્રોન મેન્ટેનન્સ હબ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે.
મળતી માહિતી મુજબ, ભારત અને અમેરિકાએ સશસ્ત્ર દળો માટે ખચ9ઇ ડ્રોન ખરીદવા માટે 34,500 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કરશે. તેમજ સરકાર-થી-સરકાર કરાર હેઠળ હસ્તાક્ષર કરાયેલા આ સોદામાં ભારતીય સશસ્ત્ર દળોને 31 લાંબા અંતરના ડ્રોન મળશે. જે આર્મી, એરફોર્સ અને નેવીમાં વહેંચવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે બે અલગ-અલગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે – એક ડ્રોનની જાળવણી, સમારકામ અને ઓવરઓલ સુવિધાઓ માટે અને બીજું સંપાદન માટે. તેમજ આ ડીલને આ મહિનાની શરૂઆતમાં કેબિનેટ કમિટિ ઓન સિક્યોરિટીએ મંજૂરી આપી હતી. આ ઉપરાંત લાંબા અંતરના ડ્રોન સશસ્ત્ર હશે અને ભારતીય નૌકાદળ દ્વારા પહેલાથી જ ભાડે લીધેલા બે ડ્રોન સાથે જોડાશે. આમાંથી એક ડ્રોન તાજેતરના અકસ્માતમાં ખોવાઈ ગયું હતું, પરંતુ તેને બદલવામાં આવે તેવી શક્યતા છે. ખચ9ઇ ઉત્પાદક જનરલ એટોમિક્સે યુએવી ઘટકો બનાવવા માટે ભારત ફોર્જ સાથે જોડાણ કર્યું છે અને ભારતમાં ડ્રોન માટે વૈશ્વિક જાળવણી કેન્દ્ર સ્થાપવા માટે પણ પ્રતિબદ્ધ છે. આ સાથે વધુમાં, યુ.એસ. ઉત્પાદક લડાયક ડ્રોન વિકસાવવા માટે ભારતીય કાર્યક્રમને ક્ધસલ્ટન્સી સાથ પણ આપશે. આ દરમિયાન ભારત તેના સ્થાનિક માનવરહિત લડાયક એરિયલ વ્હીકલ પ્રોગ્રામને વેગ આપવા ડીલના ભાગરૂપે ટેક્નોલોજી ટ્રાન્સફર વિકલ્પ પર વિચાર કરી રહ્યું હતું, પરંતુ વિગતો તૈયાર થઈ શકી નથી.