ટ્રકમાં માટીના બાચકામાં છુપાવેલો 8460 બોટલ દારૂ, બે બોલેરો અને બાઇક મળી રૂ. 61.42 લાખનો મુદામાલ કબ્જે

દરોડાની ગંધ આવી જતાં સપ્લાયર, બુટલેગર અને વાહન ચાલકો નાશી ગયા

ઉપલેટા તાલુકાના મેખાટીંબી  ગામ નજીક વેણુ નદી પાસે વિદેશી દારૂનું કટીંગ થાય તે પૂર્વે સ્થાનિક પોલીસે દરોડો પાડી ટ્રકમાં માટીના બાચકાની આડમાં છૂપાયેલો રૂ.  34.12 લાખની કિંમતનો 8460 બોટલ વિદેશી દારૂ પકડી પાી પોલીસે દારૂ, ટ્રક, બે બોલેરો પીકઅપ અને બાઇક મળી રૂ. 61.42 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો છે. દરોડાની ગંધ આવી જતા નાશીછુટેલા બુટલેગર સહિત  શખ્સોને વાહનોના નંબરના આધારે ઝડપી લેવા દોડધામ આદર્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ જીલ્લામાં દારૂ બંધીનો કડક અમલ કરવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે ઉપલેટા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઇ. એચ. ધાંધલ સહીતના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન રાજકોટ-પોરબંદર ધોરી માર્ગ પર આવેલા ઇશરા પાટીયા પાસેથી મેખાટીંબી ગામ નજીક વેણુ નદી તરફ જતા રસ્તા પાસે જીજે ર એકસએકસ 5168 નંબરનો ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ડીલીવરી કરવા આવ્યો હોવાની કોન્સ્ટેબલ ગગુભાઇ ચારણને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો.

દરોડા દરમ્યાન ટ્રકમાં માટીના બાચકાની આડમાં છુપાવેલો રૂ. 34.1રલાખની કિંમતનો 8460 બોટલ દારુ મળી આવ્યો હતો. પોલીસ સ્થળ પર બે બોલેરો પીકઅપ, ટ્રક, બાઇક અને દારુ મળી રૂ. 61.42 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

દરોડાની ગંભ આવી જતા સપ્લાયર, બુટલેગર અને વાહન ચાલકો નાશી જવામાં સફળ રહેતા તેને ઝડપી લેવા વાહન નંબરના આધારે શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.