બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમ ઝડપથી વધી રહ્યા છે. 2022માં બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઈમના 1,823 કેસ નોંધાયા હતા. જે ગયા વર્ષની સરખામણીમાં 32 ટકા વધુ છે. 2021માં આવા કેસોની કુલ સંખ્યા 1,376 હતી. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) ના તાજેતરના અહેવાલ મુજબ સાયબર પોર્નોગ્રાફીના 1,171 કેસો, અશ્લીલ જાતીય સામગ્રી હોસ્ટ કરવા અથવા પ્રકાશિત કરવા, 158 સાયબર સ્ટેકિંગ અથવા ગુંડાગીરીના અને અન્ય પ્રકૃતિના બાળકો સામે 416 સાયબર અપરાધોના કેસ નોંધાયા હતા.
એનસીઆરબીના રિપોર્ટ અનુસાર વર્ષ 2020માં બાળકો વિરુદ્ધના ઓનલાઇન ગુન્હામાં 400%નો ઉછાળો
નિષ્ણાતો માને છે કે આ દુર્ભાગ્યપૂર્ણ વલણને પ્રોત્સાહન મળ્યું જ્યારે વિશ્વભરના લાખો બાળકોને કોવિડ મહામારી દરમિયાન ઓનલાઈન ક્લાસમાં હાજરી આપવાની ફરજ પડી હતી. રિપોર્ટ અનુસાર ઓફલાઈન સિસ્ટમ પણ બાળકો માટે સુરક્ષિત નથી. 2022માં બાળકો વિરુદ્ધ 1,62,449 ગુના નોંધાયા હતા. એટલે કે ગયા વર્ષે બાળકો સામે દર કલાકે સરેરાશ 18 ગુના થયા હતા. 2021ની સરખામણીમાં બાળકો સામેના ગુનાઓમાં 9%નો વધારો થયો છે.
રિપોર્ટ અનુસાર 2020માં બાળકો વિરુદ્ધના સાયબર ગુનાઓમાં 400 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન કુલ 842 કેસ નોંધાયા હતા, જેમાંથી 738 કેસ એટલે કે 90% જાતીય કૃત્યો સંબંધિત હતા.
વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે બાળકો સામેના લગભગ અડધા ગુના પાંચ રાજ્યોમાં થયા છે. તેમાં મહારાષ્ટ્રમાં 12.8 ટકા, મધ્યપ્રદેશમાં 12.6, ઉત્તર પ્રદેશમાં 11.5, રાજસ્થાનમાં 5.8 અને પશ્ચિમ બંગાળમાં 5.5 ટકાનો સમાવેશ થાય છે.