મોરબી એડીશ્નલ જજ તરીકે ગણદેવીના સી.જી.મહેતાની નિમણૂંક
હાઈકોર્ટ દ્વારા રાજયના ૩૪ ન્યાયાધીશને પ્રમોશન અને ૧૦૦થી વધુ જજની જિલ્લામાં આંતરીક બદલીના ઓર્ડરો થયા છે. જેમાં સુરેન્દ્રનગરના પ્રિન્સીપાલ સીનીયર સીવીલ જજ જે.એસ.પટેલની ચોથા એડિશનલ ડિસ્ટ્રીકટ જજ તરીકે ધ્રાંગધ્રા પ્રમોશન સાથે બદલી કરાઈ છે.
જયારે લેબર કોર્ટના જજ જી.આર.સોનીને ભાવનગર ઈન્ડસ્ટ્રીયલ કોર્ટના મેમ્બર તરીકે મૂકાયા છે. ઉપરાંત ચીફ એડિશનલ સીનીયર સીવીલ જજ વી.બી.ચૌહાણને લેબર કોર્ટના જજ તરીકે, ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ અને એડીશનલ સીનીયર સીવીલ જજ એસ.પી.દુલેરાને પ્રીન્સીપલ સીનીયર સીવીલ જજ અને ત્રીજા એડિશનલ સીનીયર સીવીલ જજ આર.વી.રાજેને ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ તરીકે બદલી કરાઈ છે.
મોરબી જિલ્લો બન્યા બાદ જિલ્લા કક્ષાની કોર્ટ કાર્યરત થતા જેમાં ન્યાયધીશો ફાળવવામાં આવ્યા છે.નવસારીના ગણદેવીમાં પ્રીન્સીપાલ સિનિયર સિવિલ જજ એન્ડ એડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સી.જી.મહેતાની મોરબી ખાતે એડીશનલ ડિસ્ટ્રીકટ જજ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.