૨૭માં સમુહ લગ્નોત્સવની સાથે બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૦૦થી વધુ રકતદાતાઓએ રકતદાન કર્યું
સમસ્ત ચારણ ગઢવી જ્ઞાતીના ૨૭માં સમુહ લગ્નોત્સવનું આયોજન વસંતપંચમીના પાવન દિને રાજકોટની પી.ડી.એમ. કોલેજ ખાતે કરવામાં આવ્યું હતુ.
આ સમુહ લગ્નમાં ૩૪ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. અને સમગ્ર સમાજના વડિલોના આર્શીવાદ મેળવ્યા હતા. આ સમારંભ પ્રસંગે પ.પૂ. બનુમા તથાપ.પૂ. કંકકેશરમાં તેમજ પાલુ ભગતે હાજરી આપીને વર-ક્ધયાઓને આર્શીવાદ આપ્યા હતા.
અને મુંબઈથી જમણવારના દાતા નાગરદાસભાઈ બુધશી સહ પરિવાર હાજરી આપી હતી સમુહ લગ્ન સમિતિ તરફથી લગભગ ૧૦૧ જેટલી વિવિધ કરીયાવરની ચીજ વસ્તુઓ ક્ધયાઓને આપવામાં આવી હતી. સમુહ લગ્નની સાથોસાથ ચારણ શકિત યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ૧૦૦થી વધુ રકતદાતાઓએ રકતદાન કર્યું હતુ.
ચારણ-ગઢવી સમાજના અગ્રણી મુનાભાઈ અમોતિયાએ અબતકથ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, તા.૧૦.૨ વસંતપંચમીના રોજ માં સોનબાઈને પ્રેરીત ચારણ-ગઢવી સમાજના ૨૭મા સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં શકિત ચારણ ગઢવી યુવા સંગઠન દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. તમામ ચારણો એક બને તેવા ઉમદા હેતુથી ભવ્ય સમુહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ૩૪ નવદંપતિઓએ આજે પ્રભુતામાં પગલા માંડયા બાદ ર્માંના આર્શીવાદ લીધા હતા. રકતદાન કેમ્પમાં કુલ ૨૦૦થી વધુ દાતાઓએ રકતદાન કરેલ છે.