આયાત-નિકાસ કરતી કંપનીઓ માટે આશિર્વાદરૂપ બનશે ગોડાઉનોનું હબ

ભારતમાં વિદેશી રોકાણોનું પ્રમાણ વધે અને નિકાસમાં પણ વધારો થાય તે માટે સરકાર દ્વારા પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેમાં સાગરમાલા પ્રોજેકટ વડે દરિયા કિનારા આસપાસના વિસ્તારો અને બંદરોમાં માળખાગત સુવિધા વધારવાની દિશામાં નિર્ણય થયા છે. આ સાથે ખાનગી કંપનીઓને માલ-સામાનનો લાંબો સમય સંગ્રહ કરવા માટે મુશ્કેલી ન પડે તે માટે સરકારે ૨ લાખ કરોડના ખર્ચે ૩૪ લોજીસ્ટીક પાર્ક બનાવવાનો નિર્ણય કર્યો છે. પીપીપી યોજનાથી તૈયાર થનારા આ પ્રોજેકટમાં રાજય સરકાર, કેન્દ્ર સરકાર તેમજ કંપનીઓનો ફાળો રહેશે. આ લોજીસ્ટીક પાર્કમાં આવેલા ગોડાઉનોને કંપની લાંબા તથા ટૂંકા ગાળા માટે ભાડે રાખી શકશે. આ ઉપરાંત માલગાડીઓ દ્વારા થતી સામાનની હેરફેર વગેરેમાં પણ લોજીસ્ટીક ખુબ ઉપયોગી બની રહેવાના છે. નીતિન ગડકરીએ આ બાબતે કહ્યું હતું કે, લોજીસ્ટીક પાર્ક માલ-સામાનની આયાત અને નિકાસ માટે મુખ્ય કેન્દ્ર બની રહેશે અને બે સ્થળો વચ્ચે થતી માલની હેરફેર સરળ બનાવવામાં આવશે. જેમાં માર્ગ, રેલવે અને દરિયાઈ માર્ગે થતી હેરફેરનો પણ સમાવેશ થાય છે.

૨ લાખ કરોડના ખર્ચે તૈયાર થનારા ૩૪ મેગા મલ્ટી મોડલ લોજીસ્ટીક પાર્ક માટે માર્ગ અને પરિવહન મંત્રાલયે ૩૬ અલગ અલગ સરકારી વિભાગો સાથે એમઓયુ કર્યા છે. જેમાં અલગ અલગ બંદરો, રાજય સરકારો, ટ્રાન્સપોર્ટ કો-ઓપરેશન, રેલવે, ઉડ્ડયન મંત્રાલય વગેરેનો સમાવેશ થાય છે.

આ લોજીસ્ટીક પાર્ક વિજયવાડા, નાગપુર, બેંગ્લોર, સુરત સહિતની જગ્યાએ બનાવવામાં આવે તેવી સંભાવના છે. નાણામંત્રી અ‚ણ જેટલીએ બજેટ દરમિયાન પણ લોજીસ્ટીક કોસ્ટ બાબતે મહત્વની વાત કરતા તેનો વિકાસ કરવા ઉપર ભાર મુકયો હતો. જેના પગલે હાલ સરકાર દ્વારા મહત્વના નિર્ણયો લેવાઈ રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.