રાજકોટ, ગાંધીધામ, જામગનર તેમજ ગુજરાતના પશ્વિમ ભાગમાં આવેલા શહેરના રહેવાસીઓ કે જેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે તેમને હવે હાલાકી ભોગવવાનો વારો આવવાનો છે, કારણ કે ત્યાંથી આવતી ટ્રેનોને રેલવે વિભાગે ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેનું અમદાવાદ ડિવીઝન થોડા સમયમાં ઉત્તર ભારતથી આવતી અને સૌરાષ્ટ્ર-કચ્છ અકીલા તરફ જતી ૩૩ ટ્રેનોને ચાંદલોડિયા રેલવે સ્ટેશન ડાયવર્ટ કરશે, જે અમદાવાદ બાયપાસ જશે.
‘પાલનપુરથી મધ્ય ગુજરાત તરફ જતી ટ્રેનો ખોડિયાર, ચાંદલોડીયાથી પસાર થઈ આંબલી રોડ જશે. જે બાદ આ ટ્રેનો સૌરાષ્ટ્ર-કચ્છ તરફ જશે.’ જેના કારણે અમદાવાદ આવવા ઈચ્છતા લોકોએ ચાંદલોડીયા રેલવે સ્ટેશન અથવા તો આંબલી રેલવે સ્ટેશન જવું પડશે. જે મુસાફરો આંબલી રોડ ઉતરે છે અને તેને અમદાવાદ રેલવે સ્ટેશનથી બીજી ટ્રેન પકડવાની છે તેણે શહેરમાં જ ૧૩ કિમી જેટલી લાંબી મુસાફરી કરવી પડશે.