આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે: કામની સરાહના થતી ન હોવાથી કર્મચારીઓ તણાવનો ભોગ બની રહ્યા છે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને ભારતમાં થયેલ કેટલાક અભ્યાસ મુજબ સમગ્ર વિશ્ર્વમાં કામના સ્થળે કર્મચારીઓ સ્ટ્રેટસના કારણે માનસિક બિમારીનો ભોગ બની રહ્યા છે. વર્ષ ૨૦૧૪-૧૫માં બેંગલોરની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સ ઈન્સ્ટિટયૂટના સાઈકાયટ્રી વિભાગના વડા ડો.મોહન કે.આઈસેકએ ભારતની કોર્પોરેટ કંપનીઓમાં કાર્યરત ૬ હજાર જેટલા કર્મચારીઓ ઉપર સર્વે હાથ ધર્યો હતો. જેમાં ૩૩ ટકા કર્મચારીઓ સ્ટ્રેસના કારણે માનસિક બિમારીનો શિકાર બન્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ દર્દીઓમાં તણાવ સંબંધિત ડિપ્રેશન, એનઝાઈટી અને ડાયાબિટીસ વગેરે જેવી બિમારી જોવા મળી હતી. આવ જ એક સર્વે એસોચેમ દ્વારા પણ કરાયો હતો. જેમાં કોર્પોરેટ કંપનીઓમાં કામ કરતા ૪૨ ટકા કર્મચારીઓ જુદા-જુદા પ્રકારની માનસિક બિમારીના શિકાર જોવા મળ્યા હતા.
૧૦ ઓકટોબર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવાય છે. ડબલ્યુ.એચ.ઓ. આ વર્ષે ‘મેન્ટલ હેલ્થ એટ વર્ક પ્લેસ’ થીમ ઉપર વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી કરાઈ રહી છે.
ડબલ્યુએચઓના આંકડા પ્રમાણે વિશ્ર્વમાં ૩૦૦ મિલિયન લોકો નોકરીના કારણે ડિપ્રેશનની બિમારીથી પીડાઈ રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને આ વર્ષની થીમ પસંદ કરી છે.
કોર્પોરેટ અથવા સરકારી સંસ્થાઓની અંદર કર્મચારી પોતાની મુશ્કેલી અંગે મુકત મને ફરિયાદ કરી શકે એવી વ્યવસ્થા ઉભી થશે તો જ કર્મચારીઓમાં વધતા માનસિક બિમારીના કિસ્સા નિયંત્રણમાં લાવી શકાશે. સંસ્થાઓમાં કર્મચારીઓની ફરિયાદ સાંભળનાર વ્યકિતની નિમણુક થવી જોઈએ. સંસ્થા માટે તમામ કર્મચારી સરખા હોવા જોઈએ. કર્મચારીઓને સંસ્થા તરફથી પુરેપુરો સહયોગ મળવો જોઈએ. સર્વે દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું કે, ખાસ કરીને કોર્પોરેટ કંપનીઓમાં કાર્યરત કર્મચારીને ઓવર ટાર્ગેટ અપાતો હોય તેમજ કર્મચારીના કામની સરાહના કરવામાં આવતી નથી. આવી પરિસ્થિતિમાં કર્મચારીને શ‚આતમાં સામાન્ય ચિહનો અને ત્યારબાદ તે ગંભીર બિમારીમાં પરિણમે છે.