કેમ્પસ પર લાઈટ, માઈક અને એલ.ઈ.ડી. ડીસ્પલેનો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ એક વર્ષ માટે લંબાવવા એસ્ટેટ કમિટીની મીટીંગમાં સર્વાનુમતે મંજુર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એસ્ટેટ કમિટીની બેઠક આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાએલ હતી. આજની આ મીટીંગમાં કેમ્પસમાં વિવિધ માળખાકિય સુવિધાઓના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી. જેમાં નીચે મુજબના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
એસ્ટેટ કમિટીની બેઠકમાં યુનિવર્સિટી ખાતેની નગર-નંદનવન યોજના પ્લાન્ટેશન વર્ષ ૨૦૦૭-૦૮ તા ૨૦૦૮-૦૯ નાં કુલ ૦ હેકટર ૨૦૧૭-૧૮ વર્ષમાં પ્લાન્ટેશનની વાર્ષિક જાળવણી અને નિભાવણી કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને ચર્ચા વિચારણાને અંતે કુલ ખર્ચ રૂા. ૩૩,૩૮,૫૮૨- સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતો.
કેમ્પસ પર લાઈટ, માઈક, ડેકોરેશન અને એલ. ઈ.ડી. ડીસપ્લે અને તેને લગતી આનુસંગીક આઈટમોનાં કામનો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ એક વર્ષ માટે લંબાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને ચર્ચા વિચારણાને અંતે રેઈટ કોન્ટ્રાકટ વધુ એક વર્ષ લંબાવવા માટે સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજની એસ્ટેટ કમિટીની બેઠકમાં કેમ્પસ પર આર.ઓ. પ્લાન્ટ મેઈન્ટેનન્સનાં કામનો વાર્ષિક રેઈટ કોન્ટ્રાકટ એક વર્ષ માટે લંબાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ હતી અને ચર્ચા વિારણાને અંતે કુલ ખર્ચ રૂ. ૫,૯૦,૮૦૦/- સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર સી.સી.ટી.વી. કેમેરાનું ર૪ કલાક મોનીટરીંગ કરવા અને રાઉન્ડ ધ કલોક ગાર્ડ દ્વારા સી.સી.ટી.વી. કેમેરાનું મોનીટરીંગ કરવા માટે સીકયુરીટી એજન્સીને જવાબદારી સોંપવા માટે આજની એસ્ટેટ કમિટીની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવેલ છે. આ મીટીંગમાં સિન્ડિકેટ સભ્યો સર્વ ડો. હરદેવસિંહ જાડેજા, કુલસચિવ ડો. ધીરેન પંડયા, નિષ્ણાંતો ડો. નિદત બારોટ, રાહુલ મહેતા ઉપસ્તિ રહયા હતા.