જીએસટી કાઉન્સિની બેઠકમાંથી આમ આદમીને રાહતના સમાચાર મળ્યા છે. બેઠકમાં સામેલ પોન્ડીચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ કહ્યું કે સરકારે રોજિંદા વપરાશમાં આવનારી 33 વસ્તુઓને 18% સ્લેબમાંથી 12% અને 5% સ્લેબમાં મૂકી છે.
તેમણે કહ્યું કે અમે સરકાર પાસે તમામ વસ્તુઓને 18% અને તેનાથી નીચેના ટેકસ સ્લેબમાં લાવવાની માંગ કરી હતી. માત્ર 34 વસ્તુઓને બાદ કરતા તમામ વસ્તુઓને 18% અને તેનાથી નીચેના સ્લેબમાં લાવામાં આવશે.
સરકારનો ઈરાદો છે કે 28 ટકા સ્લેબમાં માત્ર લક્ઝરી અને આરોગ્યને નુકશાન પહોંચાડનારી વસ્તુઓ જ રાખવામાં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મંગળવારે આ વાતનો સંકેત આપ્યો હતો.
જુલાઈ 2017થી જયારે જીએસટી લાગુ થયો ત્યારે 28 ટકા ટેક્સ સ્લેબમાં 226 વસ્તુઓ હતી. દોઢ વર્ષમાં તેમાંથી 192 વસ્તુઓ પર ટેકસ ઘટાડવામાં આવ્યો છે. હાલ 28 ટકા જીએસટી સ્લેબમાં 34 વસ્તુઓ છે. તેમાં સિમેન્ટ , વાહન, ઓટોમોબાઈલ પાર્ટસ, ટાયર, યાટ, એરક્રાફટ, કોલ્ડ ડ્રિન્કસ, તમાકું, સિગરેટ અને પાન મસાલા જેવી વસ્તુઓ સામેલ છે.