હૉકી ઇન્ડિયાએ સુલતાન અઝલન શાહ કપ અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારી હેઠળ રાષ્ટ્રીય કેમ્પ માટે ૩૩ પુરૂષ ખેલાડીઓના નામોની જાહેરાત કરી છે . તાજેતરમાં જ ટીમએ યુવા ખેલાડીઓને ન્યુઝિલેન્ડના પ્રવાસે મોકલી હતી જ્યાં ટીમ એ તેજસ્વી પ્રદર્શન કર્યું હતું. આ પ્રવાસમાં ચાર ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રવેશ કર્યો હતો. સાથો સાથ આ સમય દરમિયાન, ટીમએ બેલ્જિયમ, જાપાન, અને ન્યૂઝીલેન્ડ ને હરાવ્યું હતું.
ટીમ રવિવારથી બેંગ્લોરમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓથોરિટી સેન્ટર ખાતે પ્રેક્ટિસ કેમ્પમાં ભાગ લેશે. આ વર્ષ પુરુષોની હોકી ટીમ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ વર્ષ છે. ટીમ ૨૭ મી સુલ્તાન અઝલન શાહ કપ જે તા. ૩ થી ૧૦ માર્ચ સુધી યોજનાર છે ત્યાર બાદ ટીમ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે . આ પ્રતિષ્ઠિત સ્પર્ધાઓ ઉપરાંત, ઓગસ્ટમાં એશિયા કપ પણ છે. જેને ધ્યાને લઇ ટીમ હવે આકરી પ્રેક્ટીસ કરવા તન તોડ મેહનત કરશે.
ભારતીય ટીમે એશિયા કપમાં ગોલ્ડ મેડલ બચાવવા પ્રયત્ન પણ કરશે સાથો સાથ ૨૦૨૦ ઓલિમ્પિક માં ટિકિટ પણ મેળવી છે.આ શિબિર માં કોચ શુર્ડ મરીન ન્યુઝીલેન્ડમાં ટીમના દેખાવનું મૂલ્યાંકન કરશે અને ખેલાડીઓને ભાવિ પડકારો માટે તૈયાર પણ કરશે .