- અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 33 ગુજરાતીઓ પહોંચ્યા અમદાવાદ
- ચહેરા પર માસ્ક, તેમની સાથે પોલીસ
- અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 33 ગુજરાતી નાગરિકો અમદાવાદ પહોંચ્યા
- જેમાં 4 સગીરોનો પણ સમાવેશ થાય છે
અમરિકાના તાજેતરમાં જ પ્રેસિડ્ન્ટ ડોનાલ્ટ ટ્રમ્પ ચૂંટણી પહેલાં જ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે હું આવીશ તો સૌથી પહેલા અમેરિકામાં રહેતા તમામ ગેરકાયદેસર નાગરિકોને ડિપોર્ટ કરીશ, તો આ મામલે સત્તારુઢ થયા બાદ ટ્રમ્પ સરકારે તેમને ડિપોર્ટ કરવાનું ચાલુ કરી દીધું છે જેમાં 33 ગુજરાતીઓ પણ અમેરિકાથી પોતાના વતન પાછા ફરી રહ્યા છે.
અમેરિકાથી આવેલા લોકો અમદાવાદ એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળ્યા, તેમની સાથે જિલ્લા પોલીસ પણ હાજર હતી. બધા નાગરિકોએ ચહેરા પર માસ્ક પહેરેલા હતા. અમદાવાદ આવેલા 33 લોકોમાં ચાર નાગરિકો પણ સગીર છે.
અમેરિકા (યુએસએ) થી દેશનિકાલ કરાયેલા 104 ભારતીયો હવે ઘરે પરત ફર્યા છે. મળતી માહિતી મુજબ, અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને મેક્સિકો-અમેરિકા સરહદ પરથી પકડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો કાયદેસર રીતે ભારત છોડીને ગયા હતા, પરંતુ તેમણે ગધેડા માર્ગે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. દેશનિકાલ કરાયેલા લોકોમાં હરિયાણા અને ગુજરાતના 33-33, પંજાબના 30, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના ત્રણ-ત્રણ અને ચંદીગઢના બે લોકોનો સમાવેશ થાય છે.
મહેસાણાના 4 વ્યક્તિઓ ડિપોર્ટ
અમેરિકાથી ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરવાને મુદ્દે મહેસાણાના વસાઈ ડાભલાના પણ 4 વ્યક્તિઓને ડિપોર્ટ કરાયાની માહિતી મળી રહી છે. આ મામલે ડિપોર્ટ કરાયેલા વ્યક્તિઓના પરિવારોએ ચુપ્પી સાધી છે. તે સૌએ જાણે કેમેરા સામે કાંઈ પણ બોલવાનો નનૈયો ભણ્યો છે. ડાભલાના ગોસ્વામી પરિવારના 4 સભ્યો હોવાની માહિતી મળી રહી છે. ગામમાં રહેતા પરિવાર હાલ આ અંગે કાંઈ પણ બોલવા તૈયાર નથી.
વડોદરાની એક યુવતી 25 દિવસ પહેલા જ ગઈ હતી અમેરિકા
ટ્રમ્પ સરકારે અમેરિકાથી 37 ગુજરાતીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે તેમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની ઘટના સામે આવી રહી છે. જેમાં પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલને પણ પરત મોકલાઇ છે. ખુશ્બુ આજે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચશે. આ સાથે ખુશ્બુ સહિત 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. 25 દિવસ પહેલા જ ખુશ્બુ અમેરિકા ગઈ હોવાની પરિવારે કબુલાત કરી છે. ખુશ્બુ ત્યાં રિલીફ કેમ્પમાં રહેતી હતી જેના એક વર્ષ પહેલાં જ અમદાવાદમાં કલોલના પાર્થ સાથે લગ્ન થયા હતા.
પાટણમાં ગામડે રહેતા માં-બાપના દિકરાઓ પણ ડિપોર્ટ
પાટણ નજીક એક ગામના પરિવારને પણ ડિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં પાટણ નજીક મણુંદ ગામમાં બાબુ ભાઈ અને હીરાબેન પટેલ ગામમાં રહે છે જ્યારે તેમના બે દીકરા રાકેશ અને કેતુલ સુરત રહેતા હતા. માતા પિતા ગામડે રહેતા ત્યારે એક દીકરો કેતુલ 5 મહિના પહેલા અમેરિકા ગયો હતો. છેલ્લ ૨૫ વર્ષથી સુરત રહ્યા ત્યારે હીરા બજારમાં મંદી આવતા મકાન વેચીને એજન્ટ મારતફે અમેરિકા ગયા હતા.
મહેસાણાની યુવતી કહ્યા વિના જતી રહી હતી અમેરિકા
અમેરિકાથી ભારતીયોને ભારત ડીપોર્ટ કરવાને મુદ્દે વિજાપુરની યુવતી પણ યુરોપ ગઈ હતી. પટેલ નિકિતા મહેસાણા જિલ્લામાં ડાભલાના ચંદ્રનગરની કનુભાઈ નામની યુવતી યુરોપ ગઈ હતી. યુરોપ ફરવા ગયેલી યુવતી અમેરિકા ગઈ તેની પરિવારને પણ માહિતી નહોતી. અમેરિકાથી ડીપોર્ટ થવાના સમાચાર જોતા પરિવારને જાણ થઈ હતી. દીકરી સુખ શાંતિથી પરત આવી જાય તેવી પરિવારજનોએ આશા વ્યક્ત કરી હતી. તેમજ ટ્રમ્પનો નિર્યણ ખોટો હોવાનું યુવતીના પિતાએ લાગણી વ્યક્ત કરી હતી. યુવાનો મોટા સપના જોઈ અમેરિકા જતા હોય છે જ્યારે અમેરિકા જતા યુવાનોના સપના તૂટી રહ્યા છે.
અમેરિકાથી વિમાન ભારત આવી પહોંચ્યું
અમેરિકાનું લશ્કરી વિમાન ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ભારત પહોંચી ચુક્યું છે. અમેરિકન C-17 વિમાન દ્વારા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનું પહેલું ગ્રુપ ભારત પહોંચી ગયું છે. આ વિમાનમાં 104 ભારતીયો સવાર છે. આ વિમાન અમૃતસર એરપોર્ટ પર પહોંચી ગયું છે, જ્યાં પોલીસ અને વહીવટીતંત્ર સતર્ક છે. એરપોર્ટ પર હાજર અમેરિકન દૂતાવાસના એક અધિકારીએ જણાવ્યું કે વિમાનમાં કુલ 104 ભારતીયો છે, જેમાં 13 બાળકો, 79 પુરુષો અને 25 મહિલાઓનો સમાવેશ થાય છે. આ ભારતીયોમાંથી 33 લોકો ગુજરાતના છે જે અમૃતસર એરપોર્ટની અંદર જ રહેશે અને તેમને ત્યાંથી સીધા ગુજરાત મોકલવામાં આવશે.
કયા રાજ્યના કેટલા લોકો
આ વિમાનમાં પંજાબના 30, હરિયાણાના 33, ગુજરાતના 33, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશના 3 અને ચંદીગઢના 2 લોકો છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને યુએસ એરફોર્સનું સી-17 ગ્લોબમાસ્ટર વિમાને ટેક્સાસ નજીકના યુએસ મિલિટરી બેઝ પરથી ઉડાન ભરી હતી. આ વિમાનમાં 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ છે.