દીવડા ઝગમગ ઝગમગ થાય…
રાષ્ટ્રીય કામધેનુ આયોગ ગૌના ગોબરમાંથી ૧૧ કરોડ દિવડાઓનું નિર્માણ કરીને બજારમાં વેચાણ અર્થે મુકશે
દિવાળીને રોશનીના પર્વ તરીકે ઉજવવામાં આવે છે. દીવડાના પ્રકાશથી લોકોના જીવનમાં પણ અંધકાર દૂર થાય અને પ્રકાશરૂપી અજવાળું થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવતી હોય છે. પરંતુ આ દિવાળીએ ૩૩ કરોડ દેવી દેવતાઓ દ્વારા ૧૧ કરોડ દિવડાઓથી ઝગમગાટ થશે તેવું આયોજન રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા કરવામાં આવી છે.
ગાયના ગોબરમાંથી આ વર્ષે રાષ્ટ્રીય કામધેનુ આયોગ ૧૧ કરોડ દીવડા બનાવી લોકોના ઘર સુધી પહોંચાડી પ્રકાશ પ્રજજ્વલિત કરશે. આ કાર્ય માટે રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ૧૧ કરોડ દીવડાના નિર્માણ માટે આયોગ વિવિધ ઇન્સ્ટિટયૂટ, સામાજિક સંસ્થાઓ, ગૌ શાળાઓ અને મહિલા સંગઠનો સાથે વાતચીત કરી રહ્યું છે. આ અંગે રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભ કથીરીયાએ કહ્યું હતું કે, આ કાર્યને ગૌ માયા દિયા પ્રોજેકટ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર દેશમાંથી મહિલાઓ જોડાશે અને તેમને રોજગારી મળશે. આ કાર્યમાં અમે સ્વનિર્ભર મહિલાઓ, ગૌશાળાઓ તેમજ સામાજિક સંગઠનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે ગોબરના દીવડાઓ અગાઉ પણ બનાવવામાં આવતા જ હતા પરંતુ પ્રથમવાર આવડી મોટી સંખ્યામાં ગોબરમાંથી દીવડા બનાવીને બજારમાં વેચાણ અર્થે ખુલ્લા મુકવામાં આવશે. આ કાર્ય ગૌ બચાવો અભિયાનમાં પણ મહત્વપૂર્ણ ફાળો આપી શકશે.
ગૌ માયા દિયા પ્રોજેકટના હેડ પુરીશ કુમારે કહ્યું છે કે, આ વર્ષમાં જ ૧૧ કરોડ દીવડાનું નિર્માણ કરી લેવમાં આવશે. અમેં કાર્ય માટે દરેક રાજ્યમાં સ્વંયમ સેવકોની નિમણુંક પણ કરી છે.