વેરાવળ, અમરેલી, જૂનાગઢ, સીમાર અને જામનગરમાં કોપી કેસ: સૌથી વધુ વેરાવળમાં ૨૪ કોપીકેસ નોંધાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરિક્ષાનો માહોલ છવાયેલો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કોપી કેસ નોંધાવાનો સીલસીલો યથાવત છે. ગઈકાલની પરીક્ષા દરમિયાન કુલ ૩૩ કોપી કેસ નોંધાયા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષામાં દર વખતેની જેમ આ વર્ષે પણ વધુ માત્રામાં કોપી કેસ નોંધાયા છે. ગઈકાલે લેવાયેલી એમ.કોમ. એમ.એન.૪ની પરીક્ષામા ૩૩ કોપી કેસ નોંધાયા હતા.
જેમાં વેરાવળ એમ.કોમ, સેમ.૪માં ૧૦, એમ.એ, સેમ.૪માં ૧૪, અમરેલીમાં એમ.કોમ, સેમ.૪માં ૪ કોપી કેસ, જૂનાગઢમાં એમ.એ, સેમ.૪માં ૧ કોપીકેસ, સીમારમાં એમ.એ, સેમ.૪માં ૩ કોપી કેસ, જામનગરમા એમ.એ, સેમ.૪માં ૧ કોપી કેસ નોંધાયો હતો સૌથી વધુ વેરાવળમાં કુલ ૨૪ કોપીકેસ નોંધાયા હતા