લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા ચોટીલા ના ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.ચુડાસમા ની સુચનાથી હે.કો. જી.વી.વાનાણી પો.કો. અમરકુમાર ગઢવી, હરદેવસિંહ પરમાર, લખમણભાઇ એ રીતે ના સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા.
દરમિયાન પો.કો હરદેવસિંહ મારફતે પો.સ.ઇ. ડી.ડી.ચુડાસમાને બાતમી મળેલ કે, નાગડકા ગામનો *આરોપી કાનજીભાઇ ગોકળભાઇ ત.કોળીએ ભારતિય બનાવટનો ઇંગ્લિશ દારુનો જથ્થો નાગડકા ગામના ઓગાન નામના તળાવમાં ઉતારેલ છે.
જેથી, ઉપરોક્ત જગ્યાએ સાયલા પોલીસ ની ટીમ દ્વારા રેઇડ કરતા, ૩૨૪ નંગ શિલબંધ ઇંગ્લિશ ની બોટલો મળી આવેલ જેની કિંમત રૂ. ૧,૨૪,૪૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી, કબ્જે કરેલ છે. આ બાબતે સાયલા પોલીસ સ્ટેશનના પો.કો અમરભા ગઢવીએ સરકાર તરફે ફરિયાદી બની, નાસી ગયેલ આરોપી કાનજીભાઇ વિરુદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવેલ છે…પોલીસ રેઇડથી બચવા માટે પ્રોહીબિશન ના બુટલેગરો જુદી જુદી તરકીબો અજમાવતા હોય છે, ત્યારે સાયલા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ડી.ડી.ચુડાસમા તથા સ્ટાફની સતર્કતાના કારણે સાયલના નગડકા ગામના પ્રોહીબિશન બુટલેગર કાનજીભાઈ કોળીની પોલ ખોલી નાખી, સરકારી જમીનમાં તળાવમાં ઊંડા ખાડામાં છુપાવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ શોધી કાઢેલ હતો.
કુદરતી રીતે તળાવમાં તપાસ કરવામાં આવે તો, કોઈ સામન્ય માણસોને ખબર પણ ના પડે તેવી જગ્યા સાયલા પોલીસ દ્વારા જહેમત ઉઠાવતા મળી આવેલ અને તેમાં રૂ. ૧,૨૪,૪૦૦/- માતબર રકમનો નંગ ૩૨૪ બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ હતો…