સંક્રમિત થનારા કરતા કોરોનામુક્ત થનારાની સંખ્યા વધુ: 2091 એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં કોરોનાના નવા 323 કેસ નોંધાયા છે. જો કે કોરોનાથી છેલ્લા ત્રણેક દિવસથી એક પણ વ્યક્તિનું મોત ન નિપજતા મોટી રાહત રહી છે. સતત ચોથા દિવસે સંક્રમિત થનારા દર્દીઓ કરતા કોરોનાને મ્હાત આપનારા લોકોની સંખ્યા વધારે રહી છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 2091એ આંબી છે.

રાજ્યમાં ગઇકાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં 34 સહિત નવા 323 કેસ નોંધાયા હતા. 381 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં નવા 110 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 29 કેસ, મહેસાણામાં 25 કેસ, સુરત કોર્પોરેશન 23 કેસ, સુરત જિલ્લામાં 23 કેસ, વલસાડમાં 13 કેસ, ભરૂચમાં 12 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, વડોદરામાં 10 કેસ, સાબરકાંઠામાં 9 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 8 કેસ, આણંદ જિલ્લામાં 6 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 6 કેસ, સુરેન્દ્રનગરમાં 6 કેસ, અમરેલી, મોરબી, નવસારી અને પાટણ જિલ્લામાં નવા પાંચ કેસ, ભાવનગરમાં ચાર કેસ, રાજકોટ જિલ્લામાં 3 કેસ, બનાસકાંઠામાં 2 કેસ, દાહોદમાં બે કેસ, જામનગર કોર્પોરેશનમાં બે કેસ, પંચમહાલમાં બે કેસ, અમદાવાદ જિલ્લો, ભાવનગર કોર્પોરેશન, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં એક-એક કેસ નોંધાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.