વેરાવળમાં ૨.૩૪ કરોડના ખર્ચે એસ.ટી. બસ સ્ટેશનનું મંત્રી જશાભાઈ બારડના હસ્તે લોકાર્પણ
રૂ.૨.૩૪ કરોડનાં ખર્ચે સુવિધાયુક્ત નવનિર્મિત વેરાવળ એસ.ટી. બસ સ્ટેશનનું આજે રાજ્યમંત્રી જશાભાઇ બારડે લોકાર્પણ કર્યું હતું. તેમજ પાર્સલ ઓફીસનું પણ લોકાર્પણ કરાયું હતું.
આ તકે મંત્રી જશાભાઇ બારડે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર લોકોની સુખાકારી અને સારી પરિવહન સુવિધા મળી રહે તે માટે રાજ્યભરમાં વિવિધ બસ સ્ટેશનોનાં ખાતમુર્હૂત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે વેરાવળમાં રૂ ૨.૩૪ કરોડનાં ખર્ચે નવનિયુક્ત એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણવિધિ સંપન્ન કરવામાં આવી છે. એસ.ટી. નું આધુનિકરણ કરવાની સો બસોમાં જી.પી.એસ. સિસ્ટમી માંડીને ઓનલાઇન ટીકીટ પણ મુસાફરોને મળી રહે છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આવનારા દિવસોમાં ગુજરાતમાં ૩૨૦૦ જેટલી નવી બસો કાર્યરત કરવામાં આવશે. ગુજરાત સરકારે સિનીયર સિટીઝન માટે ૫૦ ટકાનાં રાહત દરે ત્રણ દિવસ માટે શ્રવણ યાત્રા શ‚ કરી છે. આ યાત્રાનો વધુમાં વધુ લાભ લેવા સિનીયર સિટીઝનોને મંત્રીએ અનુરોધ કર્યો હતો અને સલામત સવારી એસ.ટી. હમારી નો સુત્રને ગુજરાત સરકારે ખરાર્અમાં ર્સાક કર્યુ છે.
આર.સી.સી. ફેમ સ્ટ્રક્ચરવાળા ૨૨,૮૦૮ ચો.મી. વિસ્તારમાં નવનિર્મિત વેરાવળ એસ.ટી. બસ સ્ટેશનમાં ૧૨ પ્લેટફોર્મ, ટ્રાફીક ક્ધટ્રોલ રૂમ, વેઇટીંગ હોલ, રીઝર્વેશન અને પાસ રૂમ, વોટરરૂમ, ઉપાહાર ગૃહ, પાર્સલ ‚મ, ઇલેકટ્રીક રૂમ, મહિલા અને પુરૂષ મુસાફર માટે અલગ શૈચાલય તેમજ વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પે. પ્રકારના ટોઇલેટ બ્લોક તા સ્લોપીંગ રેમ્પ વી રેલીંગની ખાસ સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ તકે જિલ્લા પંચાયતનાં પ્રમુખ મણીબેન રાઠોડ, જિલ્લા વિકાસ અધિકારી અશોક શર્મા, નગરપાલિકા પ્રમુખ જગદીશભાઇ ફોફંડી, પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત સદસ્ય રાજશીભાઇ જોટવા, અગ્રણી પ્રવિણભાઇ ‚પારેલીયા, મહેન્દ્રભાઇ પીઠીયા, લખમભાઇ ભેંસલા, જુનાગઢ એસ.ટી. ડિવીઝનનાં વિભાગીય નિયામક પરમાર, મામલતદાર દેવકુમાર આંબલીયા તેમજ એસ.ટી.નિગમનાં અધિકારીઓ-કર્મચારીઓ અને મુસાફરો ઉપસ્તિ રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આચાર્ય ભુપેન્દ્રભાઇ જોષી અને આભારવિધિ ડેપો મેનેજર વિ.બી.ડાંગરે કરી હતી.