મોરબીમાં ૮ , ટંકારામાં ૧૧ અને વાંકાનેરમાં ૧૩ ઉમેદવારો મેદાને
મોરબી જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જિલ્લાની ત્રણ બેઠકોમાં કુલ ૩૨ મતદારો મેદાને રહ્યા છે જેમાં મોરબીમાં ૮, ટંકારામાં ૧૧ અને સૌથી વધુ ઉમેદવારો વાંકાનેર વિધાનસભા બેઠકમાં રહ્યા છે.
આજે મોરબી જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઈ.કે.પટેલે પત્રકાર પરિષદમાં મોરબી જિલ્લાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે,મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોમાં આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસ સુધીમાં મોરબી વિધાનસભા બેઠકમાં ૧૬ માઠીબ૮ ઉમેદવારો મેદાને રહ્યા છે,જ્યારે ટંકારા બેઠકમાં ૧૫ માંથી ૧૧ ઉમેદવારો મેદાને રહ્યા છે.
આ ઉપરાંત સૌથી વધુ ઉમેદવારો ધરાવતી વાંકાનેર બેઠકમાં ૨૧ માંથી ૧૩ ઉમેદવારો મેદાને રહ્યા છે. આમ, હવે મોરબી જિલ્લામાં ત્રણ વિધાનસભા બેઠકોમાં કુલ ૩૧ ઉમેદવારો મેદાને રહ્યા છે.
મોરબી – માળીયા વિધાનસભા બેઠકની છેલ્લી સ્થિતિ : ઉમેદવારો ની યાદી
(૧) કાંતિલાલ શિવલાલ અમૃતિયા – ભાજપ
(૨) બ્રિજેશ અમરશીભાઇ મેરજા – કોંગ્રેસ
(૩) ધર્મેન્દ્રભાઈ શિવલાલભાઈ ગઢીયા – જનવિકલ્પ પાર્ટી
(૪) દિપક ગાંડુભાઇ ગોગરા – શિવસેના
(૫) વિવેક જેન્તીલાલ મીરાણી – અપક્ષ
(૬) સુખાલાલ ડાયાભાઇ કુંભારવાડીયા – અપક્ષ
(૭) રાઠોડ અરજણભાઇ પાલાભાઈ – રિપબ્લિક પાર્ટી ઇન્ડિયા
(૮) અરવિંદભાઈ લાલજીભાઈ કાવર- અપક્ષ
ટંકારા – પડધરી વિધાનસભા બેઠકની છેલ્લી સ્થિતી ઉમેદવારોની યાદી
(૧) રાઘવજીભાઈ જીવરાજભાઈ ગડાર – ભાજપ
(૨) લલિતભાઈ કરમશીભાઇ કગથરા – કોંગ્રેસ
(૩)વણોલ કેશરબેન વેલજીભાઈ -ભારતીય બહુજન કોંગ્રેસ
(૪) નરેન્દ્ર ચુનીલાલ બાવરવા – જન વિકલ્પ પાર્ટી
(૫) શેખવા વેલજીભાઇ નાથુભાઈ – બસપા
(૬) પરમાર નિર્મળાબેન કમલેશભાઈ – રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા
(૭) સતુભા અમરસંગ જાડેજા – અપક્ષ
(૮) ખોડાભાઈ જગાભાઈ પાંચિયા – અપક્ષ
(૯) આત્રેસા રમેશભાઈ શિવાભાઈ – અપક્ષ
(૧૦) સદાતિયા અમૃતલાલ – અપક્ષ
(૧૧) અમૃતિયા હસમુખભાઈ રત્નાભાઈ – અપક્ષ
વાંકાનેર – કુવાડવા બેઠક વિધાનસભા બેઠક ની છેલ્લી સ્થિતિ મુજબ ઉમેદવારો
(૧) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપ
(૨) મહંમદ જાવિદ પીરઝાદા – કોંગ્રેસ
(૩) વાલજીભાઇ રાઘવજીભાઈ ચૌહાણ – અપક્ષ
(૪) મહેબુબભાઇ જમાલભાઈ પીપરવાડીયા – અપક્ષ
(૫) ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા – અપક્ષ
(૬) બળવંતભાઈ ગોવિંદભાઇ સિંધવ – અપક્ષ
(૭) ઉસ્માનગની હુશેન સેરશિયા – આમ આદમી પાર્ટી
(૮) સેરશિયા હુસેનભાઇ જલાલભાઈ – જનવિકલ્પ પાર્ટી
(૯) મહંમદ મિરાજી માથકીયા – જનતાદળ (યુ)
(૧૦) જગાભાઈ વિસાભાઇ ઝાપડિયા – એનસીપી
(૧૧) મુસ્તાકભાઈ ગુલામહુશેન બ્લોચ – બીએસપી
(૧૨) નારણભાઇ મનજીભાઇ અજાડીયા – અપક્ષ
(૧૩) જીતેન્દ્રભાઈ પરસોતમભાઇ માંડાણી – અપક્ષ