પાકિસ્તાન અફઘાનિસ્તાન બાંગ્લાદેશ માં વસતા લઘુમતી હિન્દુઓને ભારતમાં કાયમી નાગરિત્વ આપવાના આવકારદાય નિર્ણય ને વધાવી ભારત આવી વસેલા પાકિસ્તાની હિન્દુ પરિવારના 132 એમબીબીએસ ડોક્ટરો નેશનલ મેડિકલ કાઉન્સિલની પરીક્ષા પાસ કરી પ્રેક્ટિસ કરવાની લાયકાત મેળવી લીધી છે ,132 પૈકી 32 ડોક્ટરો ગુજરાતના છે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ડોક્ટરોએ ભારત સરકારનો પાકિસ્તાનની ડિગ્રી ને ભારતમાં માન્ય રાખવા બદલ આભાર માન્યો હતો.
વર્ષ 2006 માં પાકિસ્તાન થી ભારત આવેલા ડોક્ટર દશરથકુમાર ને 2016 માં નાગરિકતા મળી હતી ત્યારબાદ તેઓએ ચપ્પલની દુકાનમાં અને અન્ય જગ્યાએ નોકરીઓ કરી હતી .આઠ મહિનાની તૈયારી બાદ નેશનલ મેડિકલ કાઉન્સિલ ની પરીક્ષા આપી હતી, અને પરીક્ષા પાસ કર્યા બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલ માં રજીસ્ટ્રેશન કરાવીને હવે પોતાનું દવાખાનું શરૂ કરશે ડોક્ટર દશરથ કુમારે સિંધી યુનિવર્સિટી માંથી એમબીબીએસ કર્યું હતું ,આ જ રીતે અન્ય ડોક્ટર ઓમ પ્રકાશ રાખી 2007માં ભારત આવ્યા હતા તેમણે કરાચી યુનિવર્સિટી માં ડો મેડિકલ કોલેજમાં એમબીબીએસ કર્યું હતું.
ભારત આવ્યા પછી ₹6,000 માં ખાનગી હોસ્પિટલમાં આસિસ્ટન્ટ તરીકે નોકરી કરી હતી હવે ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તમામ ડોક્ટરોને અભિનંદન આપ્યા હતા. પાકિસ્તાનથી આવેલા હિન્દુ ડોક્ટરો રાષ્ટ્ર સેવામાં ઉન્નત કામગીરી કરે તેવી આશા વ્યક્ત કરી હતી