જેતપુર, જામકંડોરણા અને કોટડા સાંગાણી દરોડા: 40 હજારનો મુદામાલ કબ્જે
અબતક, રાજકોટ
શ્રાવણ માસમાં ઠેર-ઠેર જુગારના પટ્ટ મંડાયા છે. જેમાં જિલ્લાના ચાર સ્થળોએ સ્થાનિક પોલીસે દરોડા પાડ્યા છે. જેતપુરના વારાસડા, ખીરસરા, કોટડા સાંગાણીના શિશક ગામે અને જામકંડોરણા ગામે જુગાર રમતી બે મહિલા સહિત 32 શખ્સોની ધરપકડ કરી 40 હજારનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં દારૂ-જુગારની બદી ડામી દેવા અને 15 ઓગસ્ટ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરે આપેલી સુચનાને પગલે સ્થાનિક પોલીસે પેટ્રોલીંગ હાથ ધર્યું છે.
જેતપુરના વારાસડા ગામે જુગાર રમતા અજય રાઠોડ, ભુપત ખુમાણ, પ્રભાત પીઠા ખુમાણ, ભરત જીવા ખુમાણ, નારણ ખુમાણ, રમાબેન ખુમાણ અને હંસાબેન રાઠોડ સહિતની આઠની ધરપકડ કરી 1030નો મુદ્ામાલ કબ્જે કર્યો છે. અમરનગરમાં જુગાર રમતો પ્રવિણ ગીગા ચાવડા, જીતુ ચતુર ચુડાસમા, કનુ ઘુસા રાઠોડ, મનુ કાના ચૌહાણ, દિનેશ પુજા ખાંટ અને રાહુલ મેરામ ચૌહાણની ધરપકડ કરી 10750નો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
જામકંડોરણાના વૈભવનગરમાં દામજી થોભણ દોંગાના મકાનમાં જુગાર રમતા દામજી દોંગા, ગિરીશ દામજી, વિપુલ વીજીડા, નિતીન સવદાસ સાવલીયા, દિપક મુળજી સોલંકી, હરસુખ મનસુખ રાબડીયા, રતિ લીંબા બાબરીયા, સુરેશ વાલજી સોલંકી અને રવિ છગન સોલંકીની ધરપકડ કરી 11550નો મુદ્ામાલ કબ્જે કર્યો છે. જ્યારે કોટડા સાંગાણી તાલુકાના શિશક ગામે જુગાર રમતા આઠ શખ્સોની ધરપકડ કરી રૂા.15,140નો મુદ્ામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.