જિલ્લાની આઠ બેઠકો ઉપર 32.88% મતદાન, 4.44 લાખ પુરુષો અને 3.14 લાખ મહિલાઓએ કર્યો મતાધિકારનો ઉપયોગ
રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોમાં બપોરે 1 વાગ્યા સુધીમા 32.88 ટકા મતદાન થયું છે. જેમાં 4.44 લાખ પુરુષો અને 3.14 લાખ મહિલાઓ મળી 7.58 લાખ મતદારોએ મતદાન કર્યું છે.
રાજકોટ જિલ્લામાં બેઠક વાઇઝ થયેલ મતદાન જોઈએ રાજકોટ પૂર્વ બેઠકમાં તો 2.97 લાખ મતદારો પૈકી 33.48 ટકા એટલે કે 99 હજાર મતદારોએ મતદાન કર્યું છે. જ્યારે રાજકોટ પશ્ચિમ બેઠકમાં 3.54 લાખ મતદારો પૈકી 30.48 લાખ એટલે કે 1.07 લાખ મતદારોએ મતદાન કર્યું છે. દક્ષિણ રાજકોટ બેઠકમાં 2.58 લાખ મતદારો પૈકી 30.19 ટકા એટલે કે 78 હજાર મતદારોએ મતદાન કર્યું છે.
રાજકોટ ગ્રામ્યમાં 3.67 લાખ મતદારો પૈકી 34.92 ટકા એટલે કે 1.28 લાખ મતદારોએ મતદાન કર્યું છે. જસદણ બેઠકમાં 2.56 લાખ મતદારો પૈકી 32.66 ટકા એટલે કે 83 હજાર મતદારોએ મતદાન કર્યું છે. ગોંડલ બેઠકમાં 2.28 લાખ મતદારો પૈકી 34.76 ટકા એટલે કે 79 હજાર મતદારોએ મતદાન કર્યું છે. જેતપુર બેઠકમાં 2.75 લાખ મતદારો પૈકી 35.66 ટકા એટલે કે 98 હજાર મતદારોએ મતદાન કર્યું છે. ધોરાજી બેઠકમાં 2.68 લાખ મતદારો પૈકી 31.02 ટકા એટલે કે 83 હજાર મતદારોએ મતદાન કર્યું છે.
રાજકોટ જિલ્લામાં બપોરે 1 વાગ્યા સુધી સરેરાશ 33 ટકા જેવું મતદાન થવા પામ્યું હતું. હજુ મતદાન પુરૂં થવાના આડે હવે ચાર કલાક જેવો સમય બાકી હોય જિલ્લાના મતદાનની ટકાવારી 65 થી 70 ટકા વચ્ચે રહે તેવું મનાઇ રહ્યું છે. રાજકોટ શહેરની ચાર બેઠકો પૈકી બપોરે 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન રાજકોટ ગ્રામ્ય બેઠક પર 34.92 ટકા જેવું થવા પામ્યું છે. જ્યારે જિલ્લાની ચાર બેઠકો પૈકી જેતપુર, જામકંડોરણા બેઠક પર સૌથી વધુ 35.66 ટકા મતદાન થયું છે. એકંદરે મોટાભાગના બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં થયેલા મતદાનની ટકાવારીનો રેકોર્ડ તૂટે તેવું હાલ દેખાઇ રહ્યું છે.
સૌથી ઓછું મતદાન દક્ષિણ અને પશ્ચિમ બેઠકમાં
રાજકોટ જિલ્લાની આઠેય બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં સૌથી ઓછું મતદાન દક્ષિણ અને પશ્ચિમ બેઠકમાં થયું છે. જેમાં પશ્ચિમ બેઠકમાં 30.48 ટકા થયું છે. ત્યાં કુલ મતદારો 3.54 લાખ છે. જેમાંથી 60 હજાર પુરુષો અને 47 હજાર મહિલાઓએ મતદાન કર્યું છે. જયારે દક્ષિણ બેઠકમાં 30.19 ટકા થયું છે. ત્યાં કુલ મતદારો 2.58 લાખ છે. જેમાંથી 45 હજાર પુરુષો અને 32 હજાર મહિલાઓએ મતદાન કર્યું છે.
સૌથી વધુ મતદાન જેતપુર બેઠક ઉપર
રાજકોટ જિલ્લાની આઠેય બેઠકમાં બપોરે 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન જેતપુર બેઠકમાં નોંધાયું છે. જ્યાં 35.66 ટકા મતદાન થયું છે. અહીં કુલ 1.43 લાખ પુરુષ અને 1.32 લાખ મહિલા મળી કુલ 2.75 લાખ મતદારો છે. જેમાંથી 57 હજાર પુરુષ અને 40 હજાર મહિલા મળી કુક 98 હજાર મતદારોએ મતદાન કર્યું છે.