સુપ્રસિદ્ધ લોકગાયક નીલેશ પંડ્યા અને સાી કલાકારોએ ‘માટીના સુર’ છેડી સંસ્કારપૂર્ણ માહોલ સર્જ્યો
થર્ટી ફર્સ્ટની રાત એટલે ડીનર, ડી.જે. અને ડાન્સની રાત પણ ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગરની પ્રેરણા અને સદગુરુદેવ શ્રી રણછોડદાસજી બાપુ હોમસાયન્સ તા મીનાબેન કુંડલિયા ઈંગ્લીશ મીડિયમ કોમર્સ મહિલા કોલેજના સહઆયોજનમાં ૩૦૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓ માટે ૩૧ ડિસેમ્બરનો સૂર્યોદય સંસ્કૃતિની સુગંધ કાર્યક્રમ અંતર્ગત સાત્વિક સંગીતની સૂરાવલિી યો.
૩૧ ડીસેમ્બરે ભારતીય સંસ્કૃતિ મુજબ ભારતીય સાત્વિક સંગીતનો કાર્યક્રમ યોજવાની કોલેજના પ્રિન્સિપાલ ડો.અર્જુનસિંહ રાણાએ પહેલ કરી જેને ગુજરાત સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ તા સભ્યસચિવ જે.એમ.ભટ્ટનો સહયોગ સાંપડતા વર્ષના છેલ્લા દિવસના સૂર્યોદય સમયે સુપ્રસિદ્ધ લોકગાયક નીલેશ પંડ્યા અને સાી કલાકારોએ માટીનું સંગીત રજૂ કરી કોલેજની ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીનીઓ,મહાનુભાવો,શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ વગેરેને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ તકે મેયર બીનાબેન આચાર્યએ કોલેજની બહેનો માટે ૩૧ ડીસેમ્બરે આવું પવિત્ર અને સંસ્કારપૂર્ણ સંગીત પ્રસ્તુત થાય એ ઘટનાને વર્ષની યાદગાર ઘટના ગણાવી સંગીત નાટક અકાદમી અને કોલેજને અભિનંદન આપ્યાં હતાં.વળી તેમણે ૩૦૦૦થી વધુ વિદ્યાર્થીનીઓના મોબાઈલ ફોનમાં મહાનગરપાલિકાની સ્વચ્છતા એપડાઉનલોડ કરાવી સ્વચ્છતા જનજાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.નીલામ્બરીબેન દવેએ મહિલા સશક્તિકરણની પ્રેરક વાતો કરી કોલેજની વિદ્યાર્થીની નો માટે ૩૧ ડીસેમ્બરે સંસ્કૃતિની સુગંધજેવો કાર્યક્રમ યોજાય અને તેમાં આટલી મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહે એને સંસ્કારપૂર્ણ અભિગમ ગણાવ્યો.આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના સીન્ડીકેટ સભ્ય અને શિક્ષણવિદ ડો.મેહુલભાઈ રૂપાણી તા શ્રીમતિ જે.જે.કુંડલિયા કોલેજના પ્રિન્સિપાલ ડો.યજ્ઞેશ જોશી ઉપસ્તિ રહ્યા હતા.
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કોલેજમાં વર્ષાન્તે ગુજરાતી લોકસંગીત પ્રસ્તુત કરવાના આ કદમને બિરદાવી કોલેજની બહેનોને ટ્રાફિક મુદ્દે જાગૃત વા,હેલ્મેટનો ઉપયોગ કરવા સલાહ આપી. રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ નવીનભાઈ ઠક્કરે આ પ્રકારના સંસ્કારપૂર્ણ કાર્યક્રમો યોજતા રહેવાની ખાતરી ઉચ્ચારી તો વરિષ્ઠ પત્રકાર કાંતિભાઈ કતીરાની હાજરીી સૌને પ્રોત્સાહન મળ્યું.
કોલેજના પ્રિન્સિપાલ ડો.અર્જુનસિંહ રાણાએ સૌનું સ્વાગત કરી સંસ્કૃતિની સુગંધ પાછળનું પોતાનું વિઝન સ્પષ્ટ કર્યું હતું.
આ કાર્યક્રમમાં લોકગાયક નીલેશ પંડ્યા,શાંતિલાલ રાણીંગા,મિત્તલબેન પટેલ,મગન વાળા,હરેશ વ્યાસ,રવિ યાદવ,હેમાંગ ધામેચા,ભાવેશ મિીએ પોતાની કલા દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યાં હતા તો કોલેજની વિદ્યાર્થીનીઓએ સ્ટેજ પરી લોકસંગીત રજૂ કરી પ્રશંસા અને પ્રોત્સાહન મેળવ્યા.
કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન પ્રો.ભારતેન્દુ પુરોહિતએ કર્યું. તો ઓ.એસ.અમિત જોશી અને તેમની ટીમે કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવી હતી.