નવા વર્ષની ઉજવણી માટે લોકો રિસોર્ટ કે આલિશાન સ્થળોની પસંદગી કરે છે: નવેમ્બરની સરખામણીમાં ભાડામાં ૪૦ ટકાનો વધારો
૩૧ ડિસેમ્બરને ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ‘પાર્ટી લવર્સ’ અગાઉથ જ આ દિવસની ઉજવણીને લઇ હોટેલ બુકીંગ કરાવી દીધા છે. જે લોકોને આ દિવસની ઉજવણી ધામધુમથી કરવી હોય અને પાર્ટી કરવી હોય તે લોકો ને ગમે તેટલું ભાડુ હોય તે નડતું નથી. રાજસ્થાનના જોધપુરના ઉમેદ ભવન પેલેસ અને ઉદેપુરના તાજ લેક પેલેસનૂં એક રાત્રી રોકાણની કિંમત જાણી તમને આશ્ચર્યા થશે. આ પેલેસમાં એક રાત્રી રોકાણનું ભાડુ ૧૧ લાખ રૂપિયા છે જો કે ૩૧ ડિસેમ્બરની ‘પાર્ટી’ ને લઇ તમામ હોટલો પેક છે.
નવા વર્ષને વધાવવા માટે રાજસ્થાનની હોટલ અને રિસોર્ટમાં બુકીંગની એટલી બધી ડિમાંડ છે. કે ભાડુ આસમાનને આંબી ગયું છે. ૩૧ ડીસેમ્બર માટેનું ભાડુ હાઇ રેકોર્ડ પર પહોંચી ગયું છે. જયપુરના તાજ રામબાણ પેલેસના સૂત્રના જણાવ્યા પ્રમાણે આમ પણ સામાન્ય રુમની સરખામણીમાં એકસકલુઝીવ સ્યુટસનું ભાડુ ખુબ વધારે હોય છે. પરંતુ ૩૧ ડિસેમ્બર જેવા દિવસો દરમિયાન ભાડામાં વધારો થઇ જાય છે. આ વર્ષે નવેમ્બર મહિનાની સરખામણીમાં ભાડુ ૪૦ ટકા સુધી વધી ગયું છે.
મહત્વનું છે કે અમીર નબીરાનો નવા વર્ષની ભવ્ય શરુઆત કરવા માગે છે. તેમના માટે જયપુરના રામબાગ પેલેસમાં ૮.૫૨ લાખ રૂપિયાના ભાડા સાથે રૂમ ઉપલબ્ધ છે. આ ભાડામાં ટેકસ જોડાયેલો નથી. ગત વર્ષની સરખામણીમાં રામબાણ પેલેસે ભાડોમાં ૭ ટકાનો વધારો કર્યો છે. જો કે આ ભાડામાં મળતા રૂમ હોટલનો સહજ ૧૦ ટકા હિસ્સો છે. બીજી હોટલોમાં પણ લકઝરી સુઇટસનુ ભાડુ પણ આની આસપાસ જ હોય છે. આ સુઇટસનું સામાન્ય ભાડુ રપ થી ૭૦ હજાર રૂપિયા સુધીનું હોય છે.
મહત્વનું છે કે રાજસ્થાન જેટલી મોંધી હોટલો અને રિસોર્ટ બહુ ઓછા શહેરોમાં હોય છે. નવા વર્ષની ઉજવણી માટે લોકો રિસોર્ટ અને અન્ય હેરીટેજ સ્થળોની પસંદગી કરે છે. આવા લોકો માટે પૈસા બહુ મહત્વના નથી હોતા તેમને આનંદ પોતાની પ્રાઇવસીની સુવિધા મળી રહે તે માટે નવા વર્ષના મોકા પર હોટલો તેમજ રેસ્ટોરન્ટના ૯૦ ટકા રુમ બુક થઇ ગયા છે. ફેયરમોન્ટ જયપુરના સેલ્સ એન્ડ માર્કેટીંગ ડાયરેકટર વરુણ મલ્હોત્રાએ જણાવ્યું કે ૩૧ ડીસેમ્બર સુધીમાં ૧૦ ટકાનું માર્જીન પણ નહી રહે અને ૧૦૦ ટા રુમ ભરાઇ જશે.