ડો. પી.વી. દોશી અને પ્રવીણ કાકા સ્થાપિત સરસ્વતી શિશુમંદિરની શૈક્ષણિક જગતમાં આદર્શ વિદ્યાલય તરીકેની ઓળખ ગૌરવપૂર્ણ પ્રસંગ : અપૂર્વભાઈ મણીઆર 

સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રાજકોટ દ્વારા મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળા સંકુલનાં ૩૧માં વાર્ષિકોત્સવની ઉજવણી હેમુગઢવી હોલ અને અટલ બિહારી વાજપાઈ ઓડીટોરીયમ ખાતે કરવામાં આવી હતી.
IMG 20180306 WA0000આ કાર્યક્રમોમાં અતિથિવિશેષ પદ પર વિદ્યાભારતી ગુજરાત પ્રદેશનાં પ્રાંત સંગઠન મંત્રીશ્રી મહેશજી પતંગે, વિદ્યાભારતી સૌરાષ્ટ્ર વિભાગ અધ્યક્ષ જેન્તીભાઈ રાજકોટિયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, રક્ષાબેન બોળીયા, કિશોરભાઈ મંગલપરા, ડો. જયંતીભાઈ ભાડેશીયા, આરએનબીએસ ઉપાધ્યક્ષ જીવણભાઈ પટેલ, કિરણબેન સોરઠીયા, આરએમસી ડેપ્યુટી કમિશ્નર હરેશભાઈ કગથરા, આરએમસી આસિસ્ટન્ટ કમિશ્નર જસ્મીનભાઈ રાઠોડ, શૈલેષભાઈ મહેતા, ડો. અમિત હપાણી, સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રણેય શાળાનાં આશરે એક હજાર જેટલાં વિદ્યાર્થીઓએ ભારતીય તહેવારો, ધર્મ, કુટુંબ ભાવના, રાષ્ટ્રભક્તિ, યોગ અને શિક્ષણને લગતી વિવિધ પચાસ જેટલી સાંસ્કૃતિક કૃતિઓ સિવાય સ્વચ્છતા વિષયક સામાજિક જાગૃતતા ફેલાવતી શોર્ટફિલ્મ પણ રજૂ કરી હતી.
IMG 20180306 WA0001આ તકે સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું કે, ડો. પી.વી. દોશી સાહેબ અને પ્રવીણ કાકા સ્થાપિત સરસ્વતી શિશુમંદિરની શૈક્ષણિક જગતમાં આદર્શ વિદ્યાલય તરીકેની જે ઓળખ ધરાવે છે તે ગૌરવપૂર્ણ પ્રસંગ છે. વિશેષમાં સંસ્થાનાં ચેરમેનશ્રી અને ઉપસ્થિત મહેમાનોએ સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવતા હોશિયાર વિદ્યાર્થીઓનું સમ્માન કર્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાર્થી, પ્રધાનચાર્ય, કર્મચારીગણ અને વાલીઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં મેનેજીંગ ટ્રસ્ટીશ્રી બળવંતભાઈ જાની, પલ્લવીબેન દોશી, કેતનભાઈ ઠક્કર, રમેશભાઈ ઠાકર, અનીલભાઈ કિંગર, કીર્તિદાબેન જાદવ, અક્ષયભાઈ જાદવ, રણછોડભાઈ ચાવડા, હસુભાઈ ખાખી સહિત સંકુલનાં તમામ પ્રધાનચાર્ય અને આચાર્યગણએ વાર્ષિકોત્સવને સફળ બનાવવા છેલ્લાં એક મહિનાથી ભારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.