મહાપાલિકા અને પોલીસના સંયુકત ઉપક્રમે મહામારીને અટકાવવા અભિગમ
વૈશ્ર્વિક મહામારી કોરોનાની બીજી લહેરે દેશ અને ગુજરાતને ભરડામાં લીધું છે. રાજય સરકાર દ્વારા પ્રથમ ચાર મહાનગરો અને બાદ વધુ શહેરો મળી રાત્રિ કર્ફયુના સમય લંબાવવા જાહેરનામુ બહાર પાડી એસ.ઓ.પી. નો કડક અમલ કરાવવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તાકીદ કરી છે. શહેરના પોલીસ મથકના પી.આઇ. દ્વારા કોરોનાનું સંક્રમણ અટકાવવા સોશ્યલ ડીસ્ટન્ટ, માસ્ક ન પહેરનાર અને રાત્રિ કફર્ફુમાં બહાર મારતા લોકો સામે કડક હાથે કામગીરી કરવા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.
ભકિતનગર પોલીસ મથકે ચાર દુકાનો, યુનિ. પોલીસ મથકના સ્ટાફે પાંચ દુકાનો અને મહાપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારની ચા-પાનની મળી રર દુકાનો સાત દિવસ માટે સીલ કરવામાં આવી છે.
યુનિ. પોલીસ મથક વિસ્તારના સાધુ વાસવાણી રોડ પર આવેલા ઇલોરા કોમ્પલેકસ ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રીકસ નામની દુકાન, ક્રિષ્ના ચાની હોટલ, ધનલક્ષ્મી કોમ્પલેકસ. જુલેલાલ પાન અન્ડે કોલ્ડ્રીંકસ, રૈયા ચોકડી પાસે શ્યામલ પ્લાઝા કોમ્પ્લેકસ જય ખોડીયાર હોટલ અને જય વચ્છરાજ હોટલ નામની ચાની હોટલ ખાતે સોશ્યલ ડીસ્ટન્સ ભંગ કરતા પાંચ દુકાનદાર સામે કાર્યવાહી કરી પાંચ દુકાનો સાત દિવસ માટે સીલ કરવામાં આવી છે.
જયારે ભકિતનગર પોલીસ મથકના વિસ્તારના ભકિતનગર સર્કલ પાસે ભવાની બેકરીની દુકાન, ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલી ભારત બેકરી નામની દુકાન, કેનાલ રોડ પર આવેલી આશા ટેલીકોમ નામની દુકાન અને બાબરીયા કોલોની મેઇન રોડ પર આવેલી શાહમહાર પ્રોવિઝન સ્ટોરની નામની દુકાન ધારકો સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવતા ન હોવાની ઘ્યાને આવતા દુકાનો સાત દિવસ માટે સીલ કરવામાં આવી છે.
કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસની સંયુક્ત ટીમો દ્વારા વ્યવસાયિક એકમના સ્થળોએ ફરજીયાત માસ્કનું પાલન થાય તે સુનિશ્ચિત કરવા આવશ્યક પગલાં લેવામાં આવશે. વ્યવસાયિક એકમો કે જ્યાં લોકોની અવરજવર થતી રહે છે. આવા સંજોગોમાં લોકો અને વેપારીઓ માસ્ક પહેરે તે ખુબ જ જરૂરી છે અન્યથા કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાવાની દહેશત રહે છે. આ બાબતને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલીસ વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા કુલ 22 ચા-પાન અને હોટેલોને સાત (7) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે. આ કામગીરી રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
ચા-પાનની દુકાનો અને હોટલો સીલ કરવામાં આવી છે તેમાં મોમાઈ ફાસ્ટ ફુડ, યાજ્ઞિક રોડ, જય નકળંગ ટી સ્ટોલ, યુનિવર્સિટી રોડ, જય મોમાઈ ટી સ્ટોલ, હલફેડ સ્કૂલ સામે., ક્રિષ્ના ડિલકસ પાન કોલ્ડ., ૐ ડિલકસ પાન, પેડક રોડ., બાલાજી પાન, યુનિવર્સિટી રોડ, દ્વારકાધીશ પાન,યુનિવર્સિટી રોડ, બજરંગ પાન,યુનિવર્સિટી રોડ,આશાપુરા પાન,યુનિવર્સિટી રોડ, મોમાઈ ટી પાન, માર્કેટિંગ યાર્ડ., શક્તિ ટી સ્ટોલ, કાલાવાડ રોડ., ડેનિમ વર્ડ, લાખાજીરાજ રોડ.,.ચામુંડા પાન ટી સ્ટોલ, મુંડાનગર.,નકલંક હોટલ, યુનિવર્સિટી રોડ.,રાજમંદિર કોલડ્રીંકસ, પેલેસ રોડ.,કિશન પાન, કનક રોડ.,ખેતલાઆપા ટી સ્ટોલ, ત્રિકોણબાગ,બાલાજી ફરસાણ સ્વીટ, માંડા ડુંગર, બાલાજી રેસ્ટોરન્ટ, આજીડેમ ચોકડી.,ડિલકસ પાન કોલ્ડ. જવાહર રોડ.,નકલંકપાન કોલ્ડ. લક્ષ્મીનગર રોડ.,ડિલકસ પાન,શક્તિ ટી સ્ટોલનો સમાવેશ થાય છે જે સાત (7) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.