ઝાલાવડ પંથકમાં વિદેશી દારૂની રેલમછેલ
કટીંગ થાય તે પૂર્વે ટ્રેલરમાંથી ૧૦૭૮૬ બોટલ શરાબ મળી રૂ. ૫૯ લાખનો મુદ્દામાલ કબજે: ઝાલાવાડ અને સુરેન્દ્રનગરમાંથી દારૂ-બિયરનો જથ્થો પકડાયો
૩૧ ફર્સ્ટ નજીક આવતા પીને વાલે કા પીનેકા બહાના ચાહીયે જેની ઉજવણી માટે રાજયભરમાં મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવાની પ્રેરવીમાં બુટલેગરો સક્રિય હોવાથી તંત્ર ઉંધા માથે થતા અને સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ગણાતા ઝાલાવાડ પંથકમાં ત્રણ સ્થળેથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડયો છે.
ચોટીલા-લીંબડી માર્ગ ર માંડવરાયજી હોટલ સામે કટીંગ થાય તેર્વે ટેલરમાંથી રૂા. ૪૩.૯૨ લાખની કિમંતના ૧૦૫૮૪ બોટલ વિદેશી દારૂ સાથે ટ્રકના ચાલકની ધરપકડ કરી છે જયારે ઝીઝુવાડાનાં કુવામાંથી અને સુરેન્દ્રનગર જૂની હાઉસીંગ બોર્ડમાંથી દારૂ બીયરનો જથ્થો ઝડપી લીધો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ રેન્જમાં વિદેશી દારૂક અને જુગારની બદી ડામવા આઈ.જી. સંદીપસિંહ એ આપેલી સુચનાને પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ આપેલી સુચનાને પગલે ઝાલાવડ પંથકની પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડાની સુચનાને પગલે ચોટીલા પોલીસ મથકના પી.આઈ. બી.કે.પટે સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે જી.જે. ૧ ડી ઝેડ ૫૧૧ નંબરના ટ્રેલરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યાની એએસઆઈ જયેશભાઈ પટેલને મળેલી બાતમીનાં આધારે ચાણપા ગામની સીમમાં માંડવરાયજી હોટલની સામે નેશનલ હાઈવે પર કટીંગ થાય તે પૂર્વે સ્ટાફે દરોડો પાડયો હતો.
ટેલરમાંથી અલગ અલગ બ્રાંડની રૂ.૪૪ લાખની કિમંતની ૧૦૫૮૪ બોટલ વિદેશી દારૂ સાથે ટેલરના ચાલક ઠારકારામ ભોમારામ જાખડની ધરપકડ કરી પોલીસ દારૂ અને ટેલર મળી રૂ. ૫૯ લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનોજથ્થો બાડમેરનાં ચંદ્રપ્રકાશ પ્રહલાદરામ જાણીએ મોકલ્યાનો અને આ દારૂનો જથ્થો મંગવનારની શોધખોળ હાથ ધરી છે.
ઝીઝુંવાડા ગામે જનકસિંહ કીર્તીસિંહ ઝાલાએ દારૂ મંગાવ્યો હોવાની મળેલી સુચનાને પગલે સ્થાનિક પોલીસે દરોડો પાડી રૂા.૧૩ હજારની કિમંતનો
૪૩ બોટલ દારૂ અને ૮૬ બીયરના ટીન કબ્જે કરી નાશી છૂટેલા બુટલેગરની શોધખોળ હાથ ધરી છે.
જયારે સુરેન્દ્રનગર જૂની હાઉસીંગ બોર્ડ સોસા.માં રહેતા વિશાલ જેઠાનીદલ નામનો શખ્સ વિદેશી દારૂનુ વેચાણ કરતો હોવાની મળેલી બાતમીનાં આધારે એલસીબીએ દરોડો પાડી રૂા. ૮૦ હજારની કિમંતનો ૧૫૯ બોટલ દારૂ અને ૯૬ બીયરનાં ટીન કબ્જે કરી નાશી છૂટેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.