તાજેતરમાં ગત તારીખ ૪/૨/૨૦૧૦થી.૧૦/૨/૨૦૧૯ સુધી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રોડ સેફટી નો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં વાહન ચાલકો ટ્રાફિક સેન્સ સહિત વિવિધ વાહનચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં આડેધડ વાહન પાર્કિંગ કરવા નહીં ,ચાલુ વાહને મોબાઈલ ફોન પર વાત ન કરવી, બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પેરવું, વાહન ની કેપેસિટી થી બહાર વજન ભરવો નહિ, અને ઉજાગરો કરેલ હોય તેવા સમયે વાહન ન ચાલવું જેતે સમયે વાહન ચલાવતા હોય તે વખતે બને સાઈડ તરફ નજર રાખવી, નશીલા પદાર્થ નું સેવન કરી વાહન ચલાવું નહિ અને વાહન ની ગતિ મર્યાદા જાળવવી જેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં મુખ્ય મહેમાન તરીકે ઈન્દુભા જાડેજા હાજરી આપેલ આ કાર્યક્રમ સફળ બનાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ની ટિમ ના સનદીપ લાવરે સર, સંજય નાખટી સર, રાજુલ જબૂઆની સર, ધરમા શેલકે સર, મનોજ કુમાર, રેનીશભાઈ જાફરાણી તથા આય એમ એસ સ્ટાફ તેમજ ટોલ સ્ટાફ તરફ થી હાજર રહી ઉજવણી કરેલ હતી, તેમજ રોડ સેફ્ટી પ્રોગ્રામ ના ભાગ રૂપે આંખ ના નિદાન માટે વઘાસિયા ટોલ પ્લાઝા પર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં પસાર થતા વાહન ચાલકો ની આંખ નું ચેકઅપ કરવામાં આવી હતી તેમજ જરૂરિયાત વાળા ચાલકો ને ચશ્માં નું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ કાર્યક્રમ ગત તારીખ ૪–૨–૨૦૧૯ થી ૧૦–૨–૨૦૧૯ દરમ્યાન વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવેલ છે,જેમાં પેટ્રોલીંગ ટિમ દ્વારા વાકાનેર બાઉન્ડ્રી થી મોરબી હાઇવે વાહન ચાલકો માટે રોડ સેફટી અંગે જાગૃતિ માર્ગદર્શન માટે જુદા જુદા સ્થળે બેનર લગાવવા માં આવેલ હતા અને પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવેલ હતું