સ્ટેમ્પ ડયુટી અને નોંધણી ફી પેટે રૂ. 86.16 કરોડની આવક
સરકારે જંત્રીના ભાવ ડબલ કરી દેતા તેની સીધી અસર જમીન, મકાન, દુકાન અને ફલેટના સોદામાં થનાર છે. મહેસુલ વિભાગના પરિપત્ર બાદ સોમવારથી સમગ્ર રાજયની સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્ટેમ્પ ડયૂટી અને નોંધણીની ફીની બમણી રકમ લોકોને ચૂકવવી પડશે. ત્યારે ઝાલાવાડમાં ે તો ગત વર્ષે જિલ્લામાં 30,700 દસ્તાવેજો થયા હતા. જેમાં તંત્રને સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફીની રૂ. 86,18,54,00પની આવક થઈ હતી. ત્યારે સરકારના જંત્રી ડબલ કરવાના નિર્ણયથી ઝાલાવાડમાં હવે આ સરકારી આવક રૂ. 170 કરોડને પાર થઈ જાય તેવી શક્યાતા રહેલી છે.
ઝાલાવાડની વાત કરીએ તો ગત વર્ષ 2022માં જિલ્લામાં 30,700 દસ્તાવેજો નોંધાયા હતા. જેમાં તંત્રને સ્ટેમ્પ ડયૂટીની 73,53,77,586 રૂપિયાની અને નોંધણી ફીની રૂપિયા 12,64,76419ની આવક મળી કુલ રૂપિયા 86,18,54,005ની આવક થઈ હતી. જિલ્લાની વિવિધ સબ રજીસ્ટ્રાર કચેરીએ નોંધાયેલા આ દસ્તાવેજોમા મોટાભાગના દસ્તાવેજો વેચાણ દસ્તાવેજો થયા છે.
મહેસુલ વિભાગના નીયમ મુજબ જો દસ્તાવેજ મહીલાના નામે થતો હોય તેઓને સ્ટેમ્પ ડયુટીની રકમ તો ભરવી પડે છે પરંતુ તેઓને થતી નોંધણી ફીમાંથી મુકતી મળે છે. વર્ષ 2022 દરમીયાન જિલ્લામાં મહીલાઓના નામે 7,564 દસ્તાવેજો થયા છે. જેમાં મહીલાઓને ભરતી પડતી રૂપિયા3,57,03,10 નોંધણી ફીમાંથી માફી આપવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 202રના જાન્યુઆરીથી ડીસેમ્બર માસ દરમીયાન થયેલ દસ્તાવેજોના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ દસ્તાવેજ માર્ચ માસમાં 3,245 થયા છે. જયારે સૌથી ઓછા દસ્તાવેજ ઓકટોબર માસમાં 2,014 જ થયા હતા. જયારે સ્ટેમ્પ ડયુટીની આવકની રીતે જોઈએ તો સૌથી વધુ આવક તંત્રને મે માસમાં સ્ટેમ્પ ડયુટી તરીકે થઈ છે. મે માસમાં દસ્તાવેજ પેટે રૂપીયા 7,51,35,693 જેટલી રકમ સ્ટેમ્પ ડયુટી તરીકે સરકારી ખાતામાં જમા થઈ છે.
જાન્યુઆરી માસમાં ર342 દસ્તાવેજ
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં 2,342 દસ્તાવેજો થયા હતા. જેમાં તંત્રને સ્ટેમ્પ ડયૂટી પેટે રૂપિયા 4,95,63,155ની આવક થઈ હતી. જયારે આ વર્ષ 2023ના જાન્યુઆરી માસની જો વાત કરીએ તો ગત માસમાં જિલ્લામાં 2,577 દસ્તાવેજો થયા છે. જેમાં તંત્રને સ્ટેમ્પ ડયૂટીની આવક 6,32,07,846 થઈ છે. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ