કોરોના વેકિસન કેમ્પના આયોજન બદલ જૈનમ ટીમને મુખ્યમંત્રીએ બિરદાવી
કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં કોરોના વેકસીનેશન માટે ઝુંબેશ ચાલી રહી છે. આ ઝુંબેશમાં 45 વર્ષથી મોટી ઉંમરનાં દરેક ભાઈ-બહેન રસી મુકાવી કોરોના સામે રક્ષણ મળે તેવો ઘ્યેય છે. રાજકોટ મહાનગરપાલિકા અને સૌરાષ્ટ્રમાં નામના મેળવેલ જૈન સમાજની સંસ્થા જૈનમ્ દ્વારા કોરોના મહામારીથી બચવા માટે રામબાણ ઈલાજ માસ્ક અને કોરોના વેકસીન જ હોવાથી આ કોવીડ વેકસીન આપવાનું ભગીરથ કાર્ય ગુજરાત સરકાર કરી રહી છે, આ ભગીરથ કાર્યને વધુ વેગવંતુ બનાવવા માટે ગઇકાલે શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ, 9/14 સરદારનગર, સરદારનગર મેઈન રોડ, રાજકોટ ખાતે સવારે 9 થી બપોરે 5 સુધી નિ:શુલ્ક કોરોના વેકસીનેશન કેમ્પ યોજાયો હતો.આ વેકસીનેશન કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાનાં મેયરશ્રી ડો.પ્રદિપભાઈ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, વિનુભાઈ ઘવા : નેતા – શાસક પક્ષ, ડો.રાજેશ્રીબેન ડોડીયા : ચેરમેન : આરોગ્ય સમિતિ, એ.કે. સિંઘ તેમજ બી. સી. પ્રજાપતિ – ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર, પી.પી. રાઠોડ – આરોગ્ય અધીકારી તેમજ રાજુભાઈ એમ.પારેખ (ઉપપ્રમુખ: સરદારનગર જૈન સંધ) ખાસ ઉપસ્થિત રહયા હતા.
આ કોરોના વેકસીનેશન કેમ્પમાં ગોંડલ સંપ્રદાયનાં ઉત્તમ પરિવારનાં બા.બ્ર.પૂ. શાંતાબાઈ મહાસતીજી આદી ઠાણાએ માંગલીક ફરમાવી વડીલ સાઘ્વીજી પૂ.શાંતાબાઈ મહાસતીજીએ સૌપ્રથમ વેકસીન લઈ કેમ્પનો પ્રારંભ કરાવેલ હતો. આ કેમ્પમાં 45 વર્ષથી વધુ ઉંમર 301 ભાઇ-બહેનોએ વેકસીન લીધેલ હતી. જૈનમ્ ટીમ દ્વારા પધારેલ લોકો માટે મીનરલ વોટર બોટલ તેમજ છાસની સુંદર વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી.
આ કેમ્પમાં રાજકોટની જાણીતી સંસ્થા શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ, રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન અને રજપુત યુથ કલબનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયેલ હતો. તો સાથે સાથે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ કેમ્પનાં સુંદર આયોજન બદલ જૈનમ ટીમને શુભેચ્છા પાઠવેલ હતી.
જૈનમ્નાં જીતુ કોઠારી, જયેશ વસા, સુજીત ઉદાણી, મયુર શાહ, મેહુલ દામાણી, તરૂણ કોઠારી, નિલેશ ભાલાણી, વિક્રાંત શાહ, અમીષ દોશી, નિલેશ શાહ, સેજલ કોઠારી, અમીષ દેસાઈ, જયેશ મહેતા, રાકેશ શાહ, જીતુ લાખાણી, નીપુણ દોશી, શૌલીન શાહ, ભાવિન ઉદાણી, મનીષ મહેતા, હેમલ પરીખ, તેજસ ગાંધી, દર્શન દેસાઈ, ભાર્ગવ પઢીયાર, અલ્પેશ ગોહીલ, દિવ્યેશ દોશી, અમીત દોશી, કિશોર શાહ, અશોક વોરા, ઉદય ગાંધી એ જહેમત ઉઠાવી હતી.