રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી બંછાનિધી પાની ધ્વારા રાજકોટ શહેરમાં ચાના પ્લાસ્ટીકના કપ તથા પાણીના પાઉચના વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
આ જાહેરનામાના અમલ અર્થે આજ રોજ તા. ૨૮-૦૬-૨૦૧૮ નાં રોજ પુર્વ-ઝોનનાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પુર્વ-ઝોનમાં આવેલ કુવાડવા રોડ, પેડક રોડ, સંત કબીર રોડ, ૮૦ ફૂટ રોડ, ચુનારાવાડ રોડ, ભાવનગર રોડ, કોઠારીયા રોડ વગેરે પર ચાના કપ તથા પાણીના પાઉચ જપ્ત કરવાની ઝુંબેશ કરવામાં આવેલ છે.
જેમાં ઉક્ત માર્ગો પર પાણીના પાઉચ મળેલ નથી અને ચાના કપ જપ્ત કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે મુજબ છે.
ક્રમ નં. | રોડનું નામ | જપ્ત કરેલ ચા ના કપની સંખ્યા | વસુલેલ વહીવટી ચાર્જ |
૧ | કુવાડવા રોડ | ૭૦૦ | ૧૦૦૦ |
૨ | પેડક રોડ | ૮૨૦ | ૧૦૦ |
૩ | સંતકબીર રોડ | ૪૪૦૦ | ૧૫૦૦ |
૪ | ભાવનગર રોડ | ૧૨૦૦ | ૧૦૦ |
૫ | કોઠારીયા રોડ | ૨૮૦ | ૧૦૦૦ |
૬ | ૮૦ ફૂટ રોડ | ૨૨૨૦૦ | – |
૭ | ચુનારાવાડ રોડ | ૬૬૦ | – |
કુલ | ૩૦૨૬૦ | ૩૭૦૦ |
ઉક્ત કામગીરી કમિશ્નરશ્રીની સુચના મુજબ પુર્વ ઝોનના નાયબ કમિશ્નરશ્રી સી. બી. ગણાત્રાના માર્ગદર્શન હેઠળ પુર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ પર્યાવરણ ઈજનેરશ્રી પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેરશ્રી જીજ્ઞેશ વાઘેલા,
મદદનીશ પર્યાવરણ ઇજનેર વિલાસબેન ચિકાણી તથા વોર્ડના એસ. આઈ. આર.યુ. રાવલ, ડી. કે. સીંધવ, એન. એમ. જાદવ, પ્રફુલ ત્રિવેદી, એમ. એ. વસાવા, શ્રી ડી. એચ. ચાવડા તથા વોર્ડના એસ. એસ. આઈ. પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, એચ. એન. ગોહેલ, પ્રતિક રાણાવસિયા, પ્રશાંત વ્યાસ, ભરત ટાંક, ભુપત સોલંકી, જય ચૌહાણ તથા એ. એફ. પઠાણ ધ્વારા કરવામાં આવેલ હતી.