અગાઉ 1 હજાર લીટરની 5 ટેન્ક હતી, કોરોના દર્દી માટે વધારાનો ઓકિસજન વરદાન રૂપ સાબિત થશે
જુનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે, અહી ગઈકાલે ઑક્સિજનની 30,000 લીટરની ટેન્ક ભરવામાં આવી છે, જે કોરોના ના દર્દીઓ માટે વરદાન રૂપ સાબિત થશે. તેમ સિવિલ સર્જન જણાવી રહ્યા છે.જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં 1000 લીટરની ઓક્સિજનની 5 ટેન્ક હતી, પરંતુ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ઓક્સિજનની ઘટ ઊભી થતી હતી, ત્યારે જિલ્લા કલેકટર, અને તંત્ર દ્વારા આ બાબતે ઉચ્ચ કક્ષાએ કાર્યવાહી કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં 30,000 લીટરની ઓકસીજન ટેન્ક ભરી કોરોનાના દર્દીઓને ઓકસીજન પૂરો પાડવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરવા ભારે પ્રયત્ન હાથ ધરાયા હતા, જેના ફલ સ્વરૂપે ગઈકાલે જૂનાગઢ ની સિવિલ હોસ્પિટલમાં 30,000 લીટરની ઓકસીજન ટેન્ક ભરવામાં આવી હતી અને હવે આ વધારાનો ઓકસીજન કોરોનાના દર્દીઓ માટે વરદાન રૂપ સાબિત થશે. તેમ હોસ્પિટલ સતાવાળાઓ જણાવી રહ્યા છે.