જીતુ રાજુભાઈ માવાણી નામના વેપારીની વખારમાં આરોગ્ય શાખાનું ચેકિંગ: કેરીનું ગોડાઉન સીલ કરાયું
કેલ્શીયમ કાર્બાઈડી કેરી સહિતના ફળો પકાવતા વેપારીઓ સામે આકરી કાર્યવાહી કરવા ગુજરાત હાઈકોર્ટે રાજયની તમામ મહાપાલિકાઓને બે દિવસ પૂર્વે આદેશ આપ્યો છે. જેના પગલે આજે રાજકોટ સહિતની મહાપાલિકાઓ દ્વારા ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના પોપટપરા વિસ્તારમાં દરોડા દરમિયાન જીતુભાઈ રાજુભાઈ માવાણી નામના કેરીના વેપારીના ગોદામમાં કાર્બાઈડી પકાવેલી ૩૦૦૦ કિલો કેરીના જથ્ાનો નાશ કરી ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા શહેરના પોપટપરા મેઈન રોડ પર શ્રીજી કોલ્ડ્રીકસની સામે જીતુભાઈ રાજુભાઈ માવાણી નામના વેપારીના શક્તિ નિવાસ ડેલામાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી માત્રામાં કાર્બાઈડી પકાવેલી કેરીનો જથ્ો મળી આવ્યો હતો. ‚મ નં.૧માં ૧૫ કિલો કેરીના ૩૦ કેરેટ, ‚મ નં.૨માંી ૧૫ કિલો કેરીના ૩૫ કેરેટ અને ‚મ નં.૩માંી ૧૫ કિલો કેરીના ૧૨૫ કેરેટ મળી આવ્યા હતા. અંદાજે ૩૦૦૦ કિલો જેટલી કેરી કેમીકલ તા કાર્બાઈડી પકાવવા માટે સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળતા જાહેર આરોગ્ય હિર્તો તાત્કાલીક અસરી આ તમામ ‚મને સીલ કરી દેવામાં આવ્યા હતા અને કેરીના જથ્ાનો નાશ કરવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ કાર્બાઈડ સહિતના કેમીકલી કેરી પકવતા વેપારીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.