કચ્છમાં પક્ષીવિદોએ બે દિવસ ધામા નાખીને સર્વે હાથ ધર્યો હતો. જેમાં પક્ષીઓની 300 જેટલી પ્રજાતિઓ તેમને જોવા મળી હતી. બર્ડ ક્ધઝર્વેશન સોસાયટી ગુજરાત અને બર્ડ કાઉન્ટ ઈન્ડિયા દ્વારા આયોજિત પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પક્ષીવિદોને પણ રાજ્યમાં ભાગ્યે જ જોવા મળતી ત્રણ પ્રજાતિઓ પણ મળી હતી.
સર્વે સંયોજક કુનન નાઈકે જણાવ્યું હતું કે, અમને યુરેશિયન નાઈટજાર મળી, જે રાજ્યમાં જોવા મળતી એક દુર્લભ પ્રજાતિ છે. સંશોધકોએ લાલ પૂંછડીવાળા વ્હીટિયર અને યુરેશિયન સ્કોપ્સ ઘુવડને પણ શોધી અને તેના ફોટોગ્રાફ લીધા હતા. આ ઉપરાંત તેઓને યુરોપિયન રોલર, રેડ-બેક્ડ શ્રાઈક, રેડ-ટેઈલ્ડ શ્રાઈક, સ્પોટેડ ફ્લાયકેચર, રુફસ-ટેલ્ડ સ્ક્રબ રોબિન, ગ્રેટર વ્હાઇટથ્રોટ, કોમન કોયલ અને બ્લુ-ચીકડ બી-ઇટરની પ્રજાતિ પણ જોવા મળી હતી.