સૌરાષ્ટ્ર-કચ્છ પેટ શોપ એશો. દ્વારા રોડ શો: શ્વાન પ્રેમીઓ ઉમટયા
ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડમાં સૌરા.કચ્છ પેટ શોપ એસો. દ્વારા ભવ્ય ડોગ શો યોજાયો હતો. જેમાં વિવિધ ૩૦ પ્રજાતીનાં ૩૦૦ શ્વાનોએ તેના માલીકોએ ભાગ લીધો. નાના ટબુકડા ડોગ શો કેપ રોપી ચશ્મા વસ્ત્રોથી ફેશન શોમાંક ટવોક કરેલ હતુ.
બધી બ્રીડમાંથી પ્રથમ નંબર વિજેતા બાદ તે બધાને અંતિમ રાઉન્ડમાંથી સીલેકશન કરીને ટોપ ૧૦ ડોગને વિજેતા જાહેર કરાયા હતા ૧૫ હજાર નગરજનોએ સવારે ૧૦ થી બપોરનાં ૪ સુધી સતત છ કલાક ડોગ શોનો આનંદ માણ્યો હતો.ડોગ શોનું ઉદઘાટન શહેર પોલીસ કમિશ્નર ગેહલોતના વરદ હસ્તે કરેલ હતુ ખાસ શહેર પોલીસ ડોગ સ્કોડના ત્રણ શ્ર્વાન દ્વારા જંપીંગ ‚માલ શોધવાની તથા વિસ્ફોટક પદાર્થ શોધવાની સ્કીલ વિવિધ ઓબીડયન્સીનું નિદર્શન પણ કરવામાં આવેલ હતુ.
અબતક સાથેની વાતચીત દરમિયાન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર-કચ્છ પેટ એસોસીએશન દ્વારા રાજકોટ શહેરમાં ડોગ શોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.જેમાં આખા સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી કુલ ૨૦૦થી વધુ એન્ટ્રીઓ આવી છે.
અલગ અલગ પ્રકારના ટોય બ્રિડથી લઈને મોટી બ્રિડના ડોગ જેવા કે ગ્રેડેન, જર્મન શેફર્ડ, લેબરાડોગ વગેરે જેવા તમામ પ્રકારની બ્રિડના ડોગસની એન્ટ્રી થઈ છે અને સૌથી સારી વસ્તુ એ છે કે લોકો જો ડોગને એક પેટ તરીકે સાચવે તેમના ફેમેલી મેમ્બર તરીકે રાખતા હોય છે. તો આ પ્રકારની કોમ્પીટીશનથી લોકોને એક બીજાના અલગ અલગ વેરાઈટીના ડોગના વિશે માહિતી મળે છે.
તેમના બિહેઈવીઅર અને કઈ રીતે તેમને સાચવે છે. તેની ખબર પડે છે તો આ એસોસીએશન તરફથી અહી તેમને પ્લેટફોર્મ આપવામાં આવે છે. જયાં બધા લોકો ભેગા મળીને પોત પોતાના ડોગના ખૂબ સારી રીતે સંભાળ રાખે છે. તેનું અહી પ્રદર્શન કરવાના છે. અહીં ડોગ શોમાં પોલીસ ડોગ સ્કોડના ડોગ પણ આવ્યા છે.
અમારા પોલીસ ડીપાર્ટમેન્ટ શું શું કરે છે. તેનું ડેમોટ્રેશન આપવામાં આવશે તો આ પ્રસંગે ડોગ એસોસીએશનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવા પ્રકારનાં આયોજન કરવાથી લોકોમાં અવેરનેસ પણ આવે. સાથોસાથ જેને ભાગ લીધેલ છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું
અબતક સાથેની વાતચીત દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ પેટ એશોસિએશનના પ્રમુખ અ‚ણભાઈ દવેએ જણાવ્યું કે ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૩૦થી વધુ પ્રજાતીનાં ૩૦૦ જેટલા શ્ર્વાનોએ ભાગ લીધેલ છે. ખાસ તો ડોગની અલગ અલગ બ્રિડ વિશે નગરજનો જાણે સાથોસાથ નાના બાળકો નાની ટોય બ્રિડને જાણે તેવો અમારો ખાસ હેતુ છે. અને છેલ્લા ૪૦ વર્ષથી રાજકોટમાં ડોગ શો થઈ રહ્યો છે.
અને છેલ્લા ૧૦ વર્ષની અંદર ખૂબજ જનજાગૃતિનાં કારણે અવેરનેશ ને કારણે રાજકોટની અંદર દસ લાખથી પણ વધુ કિંમતના ડોગ લોકો પાસે છે. અને શ્ર્વાનના મુખ્ય ગુણો વફાદારી, પ્રામાણીકતા આવા બધા ગૂણોનું સિંચન ડોગ પાસેથી માનવ જાતીએ શિખવું જોઈએ નાના બાળકોએ અત્યાર સુધી શેરીના ડોગ જોયા હોય અહીયા તેમણે અલગ અલગ બ્રિડના ડોગ જોવા મળી રહે છે.