લોકડાઉનમાં ગંગાસ્વરૂપ બહેનોને ૬ કરોડ રૂપિયાની પેન્શન સહાય પહોંચાડાઈ: પોસ્ટ ઓફિસમાં ૨૪૧૦ એકાઉન્ટ ખુલ્યા

કોરોનાને કારણે વિશ્ર્વભરમાં જે લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે તેનાથી લોકોને બચાવવા અને તેઓની તમામ જીવનજરૂરીયાતની ચીજવસ્તુઓ મળતી રહેશે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. સરકાર પણ આજ દિશામાં પગલાભરી રહી છે. વૃદ્ધ હોય કે વિઘ્વા મહિલાઓ હોય તેઓને પેન્શન યોગ્ય સમય પર મળી રહે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પોસ્ટ ઓફિસના પોસ્ટમેન આ તમામ બહેનોને નિયત સમયમાં તેમને મળતું પેન્શન ઘરે પહોંચાડવાની કોશીશ હાથધરી છે. જેમાં લોકોનો ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. એપ્રિલ માસ સુધીમાં પોસ્ટ ઓફિસ દ્વારા કુલ ૬.૬૪ કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે જે ૧૪ હજાર ૩સી એકાઉન્ટમાંથી આપ્યા હોવાનું ખુલ્યું છે.

vlcsnap 2020 05 15 17h08m25s862

રાજકોટ પોસ્ટ ઓફિસના હેડ પોસ્ટ માસ્ટર મીરલ ખમારએ અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ લોકડાઉન દરમિયાન ૧૪૧૦ જેટલા ખાતા ખોલવામાં આવ્યા છે ત્યારે આ પ્રણાલીને સુચારુ બનાવવા માટે અંદાજે ૨૦૦ જેટલા પોસ્ટમેન નિરંતર સેવા આપી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ રાજકોટ જીલ્લામાં પોસ્ટ ઓફિસનાં કુલ ૧૪૦૦૦થી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે જે તમામને રૂબરૂ સહાય પણ પહોંચાડાઈ છે. હેડ પોસ્ટ માસ્ટર મીરલ ખમારના જણાવ્યા મુજબ ઓકટોબર માસમાં પોસ્ટ ઓફિસે એ.ઈ.પી.એસ (આધાર એનેબલ પેમેન્ટ સિસ્ટમ) સ્કિમને અમલી બનાવી છે. આ સ્કિમ હેઠળ ખાતાધારકોએ એટીએમમાં જવાની જરૂર નથી અને તેઓ તેમની જરૂરીયાત મુજબની રકમ ઘર બેઠા જ માત્ર આધારકાર્ડની મદદથી જ મળી રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હેડ પોસ્ટ માસ્ટરના જણાવ્યા મુજબ જે કોઈ નાણાકિય સહાય ઈચ્છતા હોય તો તેઓએ પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા બે વોટસએપ નંબર પર તેમને જરૂરીયાત મુજબની રકમ, સરનામું અને તેમના મોબાઈલ નંબર માત્ર લખવાના રહેશે અને તેમને ગણતરીની ૨૪ કલાકમાં નાણાકિય સહાય મળતી રહેશે. પોસ્ટ ઓફિસ દ્વારા જે બન્ને નંબર અપાયા છે તેમાં પ્રથમ ૬૩૫૪૯ ૧૯૬૯૫, ૬૩૫૪૯ ૧૯૬૭૬ આ નંબર ઉપરથી લાભાર્થીઓ સરકારની પેન્શન યોજનાનો અને નાણાની જરૂરીયાતનો લાભ લઈ શકશે. હેડ પોસ્ટ માસ્ટર મીરલ ખમારના જણાવ્યા મુજબ આ સમયગાળા દરમિયાન પોસ્ટ ઓફિસ તમામ લોકોની જરૂરીયાતોને પુરી કરવા સજજ છે. જેની મહતમ લોકો આ સેવાનો લાભ લે તે અંગે પણ માહિતી આપી હતી.

જરૂરિયાતમંદ લોકોને સેવા આપવી પોસ્ટમેનની મહત્વપૂર્ણ જવાબદારી: સોહિલભાઈ

vlcsnap 2020 05 15 17h08m11s258

પોસ્ટમેન સોહિલભાઈએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે સેવા જરૂરીયાતમંદ લોકો તથા ગંગા સ્વરૂપા બહેનો માટે જે કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાંથી તેમના દ્વારા અત્યાર સુધી ૭૦ થી ૮૦ ગંગા સ્વરૂપાબહેનોને પેન્શન પહોંચાડવામાં આવ્યું છે. તેઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારની સેવા પોસ્ટમેન દ્વારા વધુમાં વધુ કરવામાં આવે તો લાભાર્થીઓને વધુ ફાયદો પહોંચી શકશે. આ તકે તેઓએ જણાવ્યું હતું કે, તેમને પણ આ પ્રકારની જે સેવા કરવાનો લ્હાવો મળ્યો છે તે પણ આશીર્વાદરૂપ છે. આ તમામ બહેનોને યોગ્ય પ્રતિસાદ મળતો હોવાનું સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.