કૃષ્ણનગરી દ્વારકાથી શિવનગરી સોમનાથ
રાજયના દરિયા કાંઠાના વિસ્તારોમાં પ્રવાસન ઉદ્યોગ દ્વારા નવી રોજગારીની તકો ઉભી થઇ શકે
અબતક, રાજકોટ
દેશમાં સૌ પ્રથમ વખત દેવભૂમિ દ્વારકાથી સોમનાથ એટલે કે ‘શૃષ્ણનગરી થી શિવનગરી’ સુધી 300 કી.મી.નું સમુદ્ર તરણ તથા કયાકીગનો ગઇકાલે દ્વારકા ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.દેશના પવિત્ર યાત્રાધામ થી યાત્રાધામ સુધી હતા પ માર્ચ સુધી ચાલનારો આ કાર્યક્રમની નોંધ ગીનીસ બુક ઓફ વર્લ્ડ દ્વારા લેવાઇ છે અને તરણ કરતા તરુણ યુવાન ભાઇ-બહેનો દ્વારા આગામી તા. પ માર્ચના રોજ તરણ-કયાકીગની પૂર્ણાહુતિએ ગીનીસ બુક ઓફ વર્લ્ડ દ્વારા આ કાર્યક્રમ અંગે પ્રમાણપત્ર પણ એનાયત થનાર હોવાની માહીતી મળી છે.રાજકોટ ડીસ્ટ્રીક સ્વીમીંગ એસો.ની કમિટી દ્વારા પાણીની રમતોને લગતા અલગ અલગ નિષ્ણાંતોને સાથે રાખીને ભારતમાં પહેલીવાર દ્વારકા (કૃષ્ણનગરી) થી સોમનાથ (શિવનગરી) એરેબિયન સાગરમાં સમુદ્ર તરણ તથા કયાકીંગ આયોજન કરવા જઇ રહ્યા છીએ.
રમત-ગમતના માઘ્યમથી તરૂણો, યુવાનો, બાળકો સાહસિક નીડર અને ચારિત્ર્યવાન બને તે માટે કરાયું આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની રમત ગમતના માઘ્યમથી સશકત રાષ્ટ્રના નિર્માણના કલ્પના છે. જે સાકાર કરવા માટે આપણા બાળકો સાહસિક નીડર અને ચરિત્રવાન બને તે માટે આ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાત રાજયના દરિયા કિનારા પાસે પ્રવાસન ઉઘોગ દ્વારા નવી રોજગારની તકો ઉભી થશે. જેમાં વિવિધ કાર્યક્રમોમાં સૌરાષ્ટ્રના 6 બહેનોએ ભાગ લઇને સ્ત્રી સશકિતકરણનું ઉદાહરણ પુરુ પાડશે જેમાં અવનીબેન સાવલીયા (ઉ.વ.26), મૈત્રીબેન જોશી (ઉ.વ.21), વિશ્ર્વાવાબેન પરમાર (ઉ.વ.17), બાંસુરીબેન મકવાણા (ઉ.વ.16), પ્રિશાબેન ટાંક (ઉ.વ.15), વેનેસાબેન સુકલા (ઉ.વ.15) ઉપરાંત ચાર ભાઇઓ વેદાંતભાઇ જોશી (ઉ.વ.14), પ્રતિકભાઇ નાગર (ઉ.વ.18), આર્યનભાઇ જોશી (ઉ.વ.15), સચિનભાઇ ગઢવી (ઉ.વ.23) સુધીના સ્વીમીંગના કુલ દસ બાળકો અંદાજે 300 કિલોમીટરથી વધારે સમુદ તરણ 10 થી 1પ દિવસમાં પૂર્ણ કરશે. (વાતાવરણને ઘ્યાન માં રાખીને) આ ઉપરાંત એન.ડી.એચ. હાઇસ્કુલ, દ્વારકા ગુજરાત રાજય સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ના ઇન સ્કુલ પ્રોજેકટ શાળાના કોચ રામભાઇ એસ. અડવાણી, નિર્ભયભાઇ જે. બાંમભણીયા, યશ જે.
બાંમભણીયા ના માર્ગદર્શન હેઠળના કયાકીંગ ગેમ્સના વિઘાર્થી જગતિય રાજ (ઉ.વ.13), કારડીયા રોહન (ઉ.વ.13), ગોસ્વામી દર્શિત (ઉ.વ.15), ગોસાઇ તેજસ (ઉ.વ.15), મકવાણા મયુર (ઉ.વ.16), મોવર નાજીહુસેન (ઉ.વ.14), જેઠવા વંશ (ઉ.વ.16), ભાયા પરસોતમ (ઉ.વ.15) હિંગો રજા સોહિલ (ઉ.વ.15), ચુડાસમા આર્યન (ઉ.વ.15) આ દસ વિઘાર્થીઓ પણ ઉપર દશાવેલ સ્વીમીંગ ના 10 ખેલાડીઓ સાથે જ દ્વારકા (કૃષ્ણનગરી) થી સોમનાથ (શિવનગરી) ખુલ્લા સમુદ્રમાં અંદાજે 300 થી વધારે કિલોમીટર સુધી સાથે કયાકીગ પણ કરશે.
ઉપરોકત કાર્યક્રમમાં સમુદ્ર તરણની સાથે સ્કુબા ડાઇવીંગના નિષ્ણાંતો દ્વારા સમુદ્રના જળચર જીવોના બચાવ અર્થે સમુદ્ર કાઠાની સફાઇ ઝુંબેશ ચલાવાશે જેમાં દરિયાઇ ભેખડોમાં ફસાયેલ ફિશીંગ નેટ, પ્લાસ્ટિક કચરો જેમ કે બેગ, બોટલો, ડીસો, ગ્લોસ જેવી અનેક વસ્તુએ તેમજ નાયલોન ના કાપડ વગરે જેવા વેસ્ટેજ કચરાઓ કે જે દરિયાન જીવ સૃષ્ટિને હાનીકારક હોય તેની સફાઇ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરશે.આ આયોજનને સફળ બનાવવા મંત્રી અરવિંદભાઇ રૈયાણી, રામભાઇ મોકરીયા સાંસદ, ગોવિંદભાઇ પટેલ ધારાસભ્ય, અર્જુનસિંહ રાણા વારઇ ચાલ્સર સ્વર્ણીયમ ગુજરાત સ્પોર્ટસ યુનિ. સ્પેશિયલ સ્પોર્ટ ઓફીસર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ઉમેશ રાજયગુરુ, દિનેશભાઇ હાપાણી, પીનાકીનભાઇ રાજયગુરુ, મનન ભારદ્વાજ, નિલેશભાઇ રાજયગુરુ, હિરેનભાઇ ગોસ્વામી, જયંતિભાઇ બામભણીયા, અલ્કાબેન જોશી, પાર્થ બાણુગરીયા, અમિત સોરઠીયા, ઇશાબેન દોશી, ઇશાંક મોદી, યશ વાંકાણી, યશ દોશી, વિશ્રુતિ વાંકાણી, દિપાલી મુંગલપરા, કેયુર રાજયગુરુ, સંજયભાઇ વઘાશિયા જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં આર્થિક સહયોગ ગુજરાત પ્રવાસન વિભાગ, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, મૌલેશભાઇ ઉકાણી (બાન લેબ), વિકમભાઇ જૈન (વિકમ વાલ્વ), દર્શનભાઇ દેસાઇ (ટી પોસ્ટ), મગનભાઇ મોહનભાઇ ફળદુ, ડો. નારાણભાઇ લીંબાસીયા, (વેદાંતિક હર્બલ), દિનેશભાઇ હાણાણી (કીચ ઇન્ડસ્ટ્રીઝ), ગુજજર ક્ષત્રીય કડિયા સમાજ દ્વારા મળ્યો હોવાનું પૂર્વ મંત્રી ઉમેશ રાજયગુરુની એક યાદીમાં જણાવાયું છે.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલા સશકિતકરણ: ઉમેશ રાજયુરૂ
રાજકોટ સ્વિમિંગ એ.સોના પ્રમુખ ઉમેશભાઈ રાજ્યગુરૂએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ,ગુજરાત સરકાર ,પ્રવાસન વિભાગ ગુજરાત ,ગુજરાત સ્પોર્ટ ઓથોરિટી, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ક્રીડા ભારતીનો આ ઇવેન્ટમાં સંપૂર્ણ સહયોગ રહ્યો છે. વડાપ્રધાન જ્યારે સ્વચ્છતાની અને ટુરિઝમની વાત કરતા હોય તે પરથી અમને વિચાર આવ્યું કે આવું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. આ ઇવેન્ટ થી નારી સશક્તિકરણ નું પણ ખૂબ મોટું પ્રદર્શન થશે છ જેટલી યુવતીઓએ આમાં ભાગ લીધો છે. યાત્રાધામ થી યાત્રાધામ આ આયોજન નો મુખ્ય હેતુ એ છે કે રસ્તામાં જ્યારે કચરો કે દરિયા અંદરનો જે કચરો હોય છે તેને સાફ કરાય આ તકે દર 20 થી 25 કિલોમીટરે હોલ્ટ કરાશે આ તકે કાયકિંગના ખેલાડીઓ 20 થી 25 મીટર ઊંડે જય દરિયાનો વેસ્ટ સાફ કરશે આ કામથી લોકોમાં પણ અવેરનેસ આવશે મોદીજીના વિચારોને આત્મસાદ કરી અમલમાં મુકાશે આ તકે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાસશક્તીકરણનો છે કારણ કે 6 છોકરીઓ અને 4 છોકરાઓએ ભાગ લીધો છે ત્યારે ગુજરાતના લોકો અને માતા પિતાએ સમજવું જોઈએ કે બધી જગ્યાએ બાળકોને તક મળશે.
કાયકિંગ કરવાનો મોટો લાભ મળ્યો છે :કાયક ટિમ
દરિયામાં અમે કુલ દસ વ્યકિત કાયકિંગ કરવા જવાના છીએ. દ્વારકાની ઇન્ડિયન હાઈસ્કૂલમાં અમે લોકો અભ્યાસ કરી રહ્યા છીએ. રોજનું દરિયામાં 20કિલોમીટર અંતર કાયક સાથે અમે લોકો ત્યાં નાઈટ હોલ્ડ કરશું. ધરમ સ્પર્ધકોનું અમારા દ્વારા ધ્યાન રાખવામાં આવશે તેની તમામ તકેદારીઓ અમે રાખીશું. દ્વારકા ખાતે સૌ પ્રથમવાર આવી સ્પર્ધા થઇ છે તો ઉત્સાહભેર અને આમાં જોડાયા છીએ
દેશનો યુવા સાહસિક બને એજ કાર્યક્રમનો ઉદ્દેશ છે : મિલિંદ દડાંગે
ક્રીડા ભારતી અને અખિલ ભારતીય ના કોષાધ્યક્ષના મિલિંદ દડાંગેએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કેસ્પર્ધાનું આયોજન જે થયું છે. તે એક અનોખી સ્પર્ધા છે. પ્રથમવાર દેશમાં થવા જઈ રહી છે.300 કિલોમીટરનું અંતર સમુદ્રમાં સ્વિમિંગ કરીને કાપશે.આના માધ્યમથી બધા યુવનો માં એક સાહસ ખેડવાની વૃત્તિ આવશે. યુવાનો આવી સ્પર્ધાઓમાં જોડાય એ જ આ કાર્યક્રમનો સાચો ઉદ્દેશ છે
આવા માધ્યમથી યુવાનો ભારતવર્ષનું નામ રોશન કરે છે : ગોપાલ શેની (ઓલમ્પિક ખેલાડી)
ગોપાલ શેની ઓલમ્પિક ખેલાડી તેમજ અર્જુન એવોર્ડ વિજેતાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે મેં લાંબી દોડ 5000 મીટરમાં રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કર્યો છે ઓલમ્પિક ખેલાડી છું.અર્જુન એવોર્ડ વિજેતા પણ રહ્યો છું
ક્રીડા ભારતી સંગઠન તેમજ સ્વીમીંગ એસોસિએશન દ્વારા જે આ ઇવેન્ટ કરવામાં આવી છે તે લોકોનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આ બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે આના કારણે કોસ્ટલ એરિયાની આસપાસ ના જે બાળકો છે. તે ખૂબજ પ્રતિભાશાળી છે નાનપણથી જ તેઓ માં સ્વિમિંગ નો શોખ હોય છે તેઓ પાસે ખૂબ મોટું સ્વિમિંગ પૂલ છે છોકરાઓ રોજામાં પ્રેક્ટિસ કરતા હોય છે. પણ તેઓને કોઈ સાચું માર્ગદર્શન આપવાનું નથી ત્યારે આવી કેન્ટીન તેઓને સાચું માર્ગદર્શન મળશે તેવી આશા કરું છું આ ઇવેન્ટથી તેમને ખ્યાલ આવશે કે પહેલા ડિસટીક લેવલની ઇવેન્ટમાં ભાગ લેવાનો હોય પછી રાજ્ય લેવલ પર ભાગ લેવાનું પછી રાષ્ટ્રીય સ્તર પર ભાગ લેવાનો રહેશે છોકરા ઓને સંગઠિત કરીને આગળ વધારવાનો એક ખુબ મોટું માધ્યમ મળ્યું છે. આ માધ્યમથી યુવાનો ભારત વર્ષ નું નામ રોશન
આ ઇવેન્ટથી અમે વધુ સાહસિક બનીશું : તરણ પ્લેયર
દ્વારકા થી સોમનાથ સુધી સ્વિમિંગ કરીને જવાની આ ઇવેન્ટમાં અમે 6 છોકરીઓ અને 4 છોકરાઓ કુલ 10 બાળકો સ્વિમિંગ કરીને 300 કિલોમીટરનું અંતર કાપશું અમારી સાથે ક્યાક ની ટિમ રહેશે. કયાક ટિમ દ્વારકાથી છે.આ અમારી ટીમમાં સૌથી નાની ઉંમર 14 વર્ષ થી 25 વર્ષના યુવા,યુવતીઓએ આમાં ભાગ લીધો છે. આ મારો પ્રથમ અનુભવ છે થોડો ભય લાગે છે પરંતુ ભયને ભૂલાવીને અમે આગળ વધીશું આમને મોકો મળ્યો છે અને કાંઇક સાબિત કરી બતાવ્યું ને કંઈક નવું શીખવા મળ્યું છે સાથોસાથ એક જીત હાંસલ કરશુ. દરેક પ્લેયર સાથે એક કલાક ની ટીમલી રહેશે જેથી કોઈ પ્લેયરને મુશ્કેલી પડશે તો તાત્કાલિક તેને સહાય મળી રહેશે સાથોસાથ ઈમરજન્સી માટે ત્રણ બોટ પણ અમારી સાથે રહેશે તેમજ એનડીઆરએફ ટિમ અને કોસ્ટ ગાર્ડ પણ અમારી સાથે છે. નેવી ને પણ જાણ કરી છે અને કિનારા પર એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે સેફટી ની તમામ તકેદારીઓ રાખવામાં આવી
વિશ્વના દેશોમાં ભારતીય તરણ વીરોની લેવાશે નોંધ : અર્જુનસિંહ રાણા
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના અર્જુનસિંહ રાણાએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જાણવ્યું હતું કે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એરેબિયન સી એક્સપીડિશન કાર્યક્રમ નું રાજકોટ સ્વીમીંગ એસોસિએશન દ્વારા આયોજન કરાયું છે આના અંદર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ક્રીડા ભારતી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત જેવી સંસ્થાઓ તેમજ અમારી ખેલ જગતના આયરનું સહકાર મળ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દ્વારકા થી સોમનાથ સુધી અમારા દસ ખેલાડી 300 કિલોમીટરનું અંતર કાપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સંકલ્પ હતું સ્વચ્છતાની સાથે ફિટનેસ ત્યારે આ કાર્યક્રમ થકી તેને સાકાર કરવામાં આવશે આવી ઇવેન્ટથી અને આવા માધ્યમ થકી યુવાનો સાહસિક વૃત્તિ કેળવે છે સાથોસાથ વિશ્વના અન્ય દેશોમાં આની નોંધ લેવાશે તેવી ખાત્રી કરું છું ભારતના આ યુવા ખેલાડીઓ ફિઝીકલી અને મેન્ટલી ફીટ પણ રહી શકે છે. આવનારી પેઢી આ સંકલ્પ ને આગળ વધારતી રહેશે.